આ ઉપાયથી વાળ ડામર કરતા પણ કાળા અને લાંબા થઈ જશે

વાળની સમસ્યા દરેક વ્યક્તિની ફરિયાદ હોય છે. ખરતાં વાળ, તુટતા વાળ, માથામાં ટાલ પડવી, નબળા વાળ વગેરે આજના સમયની સામાન્ય ફરિયાદો છે. આ સમસ્યાને દુર કરવા મહિલા અને પુરુષો બંને અલગ અલગ પ્રકારના ઉપાયો કરે છે.

મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ મોટાભાગના લોકોને મળતો નથી. ત્યારે આજે તમને એવા ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી વાળ સંબંધિત કોઈપણ સમસ્યા હશે તો તે દુર થશે.

આ ઉપાયોમાંથી કોઈપણ એક ઉપાય તમારે કરવાનો છે. આ ઉપાય કરવાથી ખરતાં વાળની સમસ્યા તો તુરંત દુર થાય છે. તો ચાલો તમને જણાવીએ કયા છે આ ઉપાયો જેને કરવાથી ખરતાં વાળ, ખોડો, નબળા વાળ, ટાલ પડવાની સમસ્યા દુર થાય છે.

મહેંદીવાળું તેલ – મહેંદી વાળ માટે લાભકારી છે. તેવામાં તેને સરસવના તેલમાં ઉમેરીને તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી થતા લાભ બમણા થઈ જાય છે. સરસવના તેલમાં મહેંદી ઉમેરી અને તેનો ઉપયોગ કરવાથી ખરતાં વાળની સમસ્યા એકવારથી જ દુર થઈ જશે. તેના માટે 250 ગ્રામ તેલમાં 60 ગ્રામ મહેંદીના પાન ઉમેરી ધીમા તાપે ઉકાળો.

તેલનો અને પાંદડાનો રંગ બદલી જાય એટલે ગેસ બંધ કરી અને તેલ ઠંડુ થાય એટલે બોટલમાં ભરી લેવું. આ તેલને રાત્રે વાળમાં લગાવી મસાજ કરો અને સવારે વાળ ધોઈ લેવા. આ તેલથી સફેદ વાળની સમસ્યા પણ દુર થાય છે.

એરંડીયું – વાળની દરેક પ્રકારની સમસ્યાને એરંડીયું દુર કરે છે. આ તેલને માથામાં વાળના મૂળમાં લગાવી અને હળવા હાથે માલિશ કરવી. તેનાથી વાળ મજબૂત અને લાંબા પણ થાય છે. તેના માટે એરંડીયાના તેલને બરાબર ગરમ કરી લેવું અને પછી ઠંડુ કરી તેનો ઉપયોગ કરવો. તેને લગાવી માથામાં માલિશ પણ કરવી. આ તેલ સપ્તાહમાં 3 વખત નાખવું. તેનાથી તુરંત લાભ દેખાશે.

સફરજન – સફરજન પોષકતત્વોથી ભરપુર હોય છે. સફરજનનો રસ વાળ માટે લાભકારી છે. 2 મોટા સફરજનનો રસ લઈ તેને વાળમાં શેમ્પુ કરી લીધા પછી લગાવો અને થોડીવાર હળવા હાથે માલિશ કરો. ત્યારબાદ 5 મિનિટ તેને વાળમાં રહેવા દો અને પછી પાણીથી વાળ સાફ કરી લો. તેનાથી વાળનો ગ્રોથ વધે છે.

એલોવેરા જેલ – એલોવેરા વાળ માટે પોષણયુક્ત જેલ સમાન કામ કરે છે. તેનાથી વાળ મજબૂત થાય છે અને ખરતાં વાળ તુરંત અટકે છે. તેના માટે તાજું એલોવેરા જેલ જ ઉપયોગમાં લેવું અને તેને વાળમાં લગાવી 20 મિનિટ રહેવા દેવું. તે સુકાઈ જાય પછી વાળને સાફ કરી લેવા.

ડુંગળી – ડુંગળીનો રસ વાળ માટે અતિ ઉપયોગી છે. તેમાં પોષકતત્વો ભરપુર પ્રમાણમાં હોય છે. તેનાથી વાળને જરૂર પોષણ મળે છે. તેના માટે ડુંગળીનો રસ કાઢી વાળમાં લગાવો. 20 મિનિટ પછી વાળને સાફ કરી લો.

Leave a Comment