પેટમાં ગેસની સમસ્યા દરેકને થતી હોય છે. પરંતુ આ સમસ્યા કાયમી થઈ જાય અને જાહેરમાં પણ ગેસ છૂટો પડતો હોય તો આ સ્થિતિ શરમજનક અને ખતરનાક બંને હોય શકે છે. પેટમાં ગેસ તમારા જીવને જોખમમાં મુકી શકે છે. આ સિવાય તેના કારણે પાચનક્રિયાને પણ નુકસાન થાય છે.
પેટમાં ગયેલો ખોરાક જ્યારે પચતો નથી અથવા તો આપણા ડાયજેસ્ટીવ ટ્રેકમાં હવા ભરાઈ જાય છે ત્યારે પેટમાં ગેસ બને છે. એક સામાન્ય વ્યક્તિ દિવસમાં 1થી 4 પોઈન્ટ બરાબર ગેસ પાસ કરે છે.
પરંતુ જ્યારે ગેસ વધારે બને ત્યારે તે છાતી, પીઠને પણ અસર કરે છે. જો કે મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે પેટમાં ગેસ કયા કારણોથી થાય છે. આજે તમને જણાવીએ કે શરીરમાં ગેસ અને બ્લોટીંગનું કારણ કઈ કઈ બાબતો છે.
શાકભાજી – પેટમાં ગેસ કેટલાક શાકભાજીના કારણે થાય છે. આપણે કેવા શાકભાજી ખાઈએ છીએ તેના પણ ગેસની સમસ્યાનો આધાર છે. જ્યારે એવી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે જેને આંતરડા પચાવી શકતા નથી તો ગેસ બને છે.
ફેડી ફુડ્સ – જ્યારે અતિશય ફેટી ફુડનું સેવન કરવામાં આવે ત્યારે પણ પેટમાં ગેસ થાય છે. પેટમાં હાઈડ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ અને મીથેન ગેસ બને છે. તો તમારી સમસ્યા વધી શકે છે.
જમવા સાથે પાણી – જ્યારે જમવાની સાથે પાણી લેવામાં આવે ત્યારે પણ આ સમસ્યા થાય છે. કારણ કે પાણી સાથે હવા પણ મોઢામાં જાય છે અને તેનાથી ડાયજેસ્ટીવ હેલ્થ ખરાબ થાય છે. ખોરાક સાથે પાણી લેવાથી બ્લોટિંગની સમસ્યા પણ થાય છે.
કસરત – જ્યારે વધારે કસરતના કારણે પરસેવો શરીરમાંથી નીકળે છે ત્યારે તેમાંથી સોડીયમ પણ નીકળી જાય છે. આ સ્થિતિમાં પણ બ્લોટિંગ થાય છે. તેવામાં કસરત કરો ત્યારે પોતાના શરીરને સતત હાઈડ્રેટ રાખવાનો પ્રયત્ન કરવો.
કફની દવાઓ – જ્યારે કફ માટેની દવાઓ લેવામાં આવે છે ત્યારે પણ ગેસની સમસ્યા થાય છે. કફની દવાઓમાં જે સ્વીટનર્સનો ઉપયોગ થાય છે તેને ડાયજેસ્ટ કરવામાં પેટને તકલીફ થાય છે. તેવામાં જે બેક્ટેરિયા બને છે તેના કારણે ગેસ થાય છે.
ફ્રુટ જ્યુસ – ઘણા ફળ એવા હોય છે જે શુગર વધારે છે. તેના કારણે પણ પેટમાં ગેસ બને છે.
હવા – જ્યારે ઉતાવળમાં ભોજન કરવામાં આવે છે અથવા તો ખોરાક બરાબર ચાવીને નથી ખાતા ત્યારે ભોજન સાથે પેટમાં હવા જાય છે અને તેના કારણે ગેસ થાય છે.