સામાન્ય લાગતા આ લક્ષણો પણ ડાયાબિટીસના લક્ષણ છે, દેખાય તો ચેતી જજો

આપણું શરીર કુદરતની અદ્ભુત રચના છે. જ્યારે પણ આપણા શરીરમાં કોઈ સમસ્યા થાય છે ત્યારે શરીર આપણને કેટલાક સંકેત પહેલાથી જ આપે છે. જો આ સંકેતોને સમજી લેવામાં આવે અને યોગ્ય ઉપાય કરવામાં આવે તો ગંભીર બીમારીનો ભોગ બનતા બચી જવાય છે.

કહેવાનો અર્થ એ છે કે જ્યારે પણ શરીરમાં ગંભીર રોગની શરુઆત થાય કે તેની શરુઆત થવાની તૈયારી હોય ત્યારે શરીર તેના સંકેત પહેલાથી જ આપી દે છે. જ્યારે આ લક્ષણોને આપણે અવગણી દઈએ છીએ ત્યારે આ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે.

મોટાભાગના લોકો શરીર દ્વારા મળતા આ સંકેતોને સામાન્ય વાત સમજી અને તેને અવગણે છે. જેના કારણે રોગ મોટું સ્વરૂપ ધારણ કરી લેય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કયા એવા લક્ષણો છે જે શરીરમાં ગંભીર રોગ થવાના સંકેત હોય છે.

સામાન્ય રીતે આંખોમાં ધુંધળુ દેખાવું. ઘામાં રુઝ ન આવવી. વારંવાર થતો માથાનો દુખાવો, નબળી ઈમ્યુનીટી એ ડાયાબીટીસના સંકેત હોય છે. આ લક્ષણો સામાન્ય સમસ્યાના કારણે પણ થઈ શકે છે પરંતુ એકવાર આ લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી હોય છે.

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ડાયાબીટીસ બે પ્રકારના હોય છે. એક ટાઈમ 1 અને બીજું ટાઈપ 2 ડાયાબીટીસ. ટાઈપ 1 ડાયાબીટીસમાં પૈનક્રિયાઝથી ઈન્સુલિનનું ઉત્પાદન થતું નથી અને ટાઈપ 2 માં ઓછી માત્રામાં ઈન્સુલિન બને છે.

આમ તો ડાયાબીટીસના લક્ષણો વર્ષો સુધી દેખાતા નથી. પરંતુ કેટલાક લક્ષણો અસામાન્ય છે જે શરીરમાં જોવા મળે તો તે ડાયાબીટીસના સંકેત હોય શકે છે.

ડાયાબીટીસના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો વારંવાર પેશાબ કરવા જવું, તરસ લાગવી, થાક લાગવો, પ્રાઈવેટ પાર્ટ નજીક ખંજવાળ કે ચાંદા પડવા, ઘા રુઝાવવામાં સમય લાગવો, વજન અચાનક ઘટવા લાગવું વગેરેનો સમાવેશ થાય છે.

જો ડાયાબીટીસના અસામાન્ય લક્ષણની વાત કરીએ તો તેમાં ત્વચાની સમસ્યાનો સમાવેશ થાય છે. જેમને હાઈ બ્લડ પ્રેશર હોય તેમને ત્વચા સંબંધિત સમસ્યા થાય છે. આ સ્થિતિમાં દર્દીના શરીર પર કાળા રંગનું નિશાન બની જાય છે. આ નિશાન સામાન્ય રીતે ગરદનની પાછળ, હથેળીમાં, બગલમાં જોવા મળે છે.

આ સિવાય ડાયાબીટીસમાં શ્વાસમાં પણ ફેરફાર થાય છે. મીઠી સુગંધવાળો શ્વાસ ડાયાબીટીસનો સંકેત છે. આ સ્થિતિ આવી હોય ત્યારે તેનો ઈલાજ કરવામાં ન આવે તો દર્દીનો જીવ પણ જઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરમાં કીટોન્સ બને છે અને શ્વાસની ગંધ બદલી જાય છે. આવું થાય ત્યારે ડાયાબીટીસ તુરંત ચેક કરાવવું.

Leave a Comment