ઉનાળામાં કરી લો આ કામ, શરીરની બધી ગરમી બહાર નીકળી જશે

દોસ્તો હાલમાં બજારમાં એવી ઘણી વસ્તુઓ મળી આવે છે, જેનું સેવન કરવાથી આપણા શરીરને ઠંડક મળે છે સાથે સાથે તેનાથી પાચન ક્રિયા પણ એકદમ મજબૂત બને છે.

આવી જ એક વસ્તુ ગુલકંદ છે, જેનો ઉપયોગ ઘણા લોકો મોઢાના ફ્રેશનર તરીકે કરતા હોય છે. તમે ગુલકંદને સરળતાથી ઘરે બનાવી શકો છો અથવા તો તમે તેને દુકાનમાંથી ખરીદીને ઘરે લાવી શકો છો.

જો તમે ગુલકંદનો ઉપયોગ યોગ્ય રીતે કરવા લાગો છો તો તમને ઘણા બધા લાભ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગુલકંદ બનાવવા માટે તમારે સૌથી પહેલા તાજા ગુલાબના પાન લેવા જોઈએ.

આ માટે સૌથી પહેલા તમારે ગુલાબની પાંખડીઓ ભેગી કરી લેવાની છે અને તેને સાફ કરવાની છે. હવે તેમાં સમાન માત્રામાં ખાંડ અથવા તો સાકર ઉમેરી લેવી જોઈએ. ત્યારબાદ તેને બરણીમાં ભરીને મૂકી દેવું જોઈએ.

વળી તમારે એ વાતની કાળજી લેવી જોઈએ કે તમે જે બરણી નો ઉપયોગ કરી રહ્યા હોવ તે કાચની હોવી જોઈએ. જેથી કરીને તેને તડકામાં રાખવામાં આવે તો તે યોગ્ય રીતે સુકાઈ જાય.

હવે બરણી ને 12 થી 13 દિવસ સુધી તડકામાં પડી રહેવા દો અને તેમાં તમે સ્વાદ વધારવા માટે ઇલાયચી પણ ઉમેરી શકો છો. આ રીતે ગુલકંદ એકદમ સારી રીતે તૈયાર થઈ જશે.

જો તમે દુખાવો અથવા ગરમીનો સમસ્યા સામનો કરી રહ્યા હો તો ગુલકંદ તમારી મદદ કરી શકે છે. તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોના હથેળી અને તળિયા બળતરા કરતા હોય છે. આવી સ્થિતિમાં આવા લોકો ગુલકંદ નું સેવન કરી શકે છે અથવા તેનું શરબત બનાવીને પી શકે છે.

જો આપણે તેનાથી થતા ફાયદાઓ વિશે વાત કરીએ તો જે લોકોને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તેવા લોકો ગુલકંદ નો ઉપયોગ કરી શકે છે. જેનાથી તમારા શરીરની મોટાભાગની ગરમી બહાર નીકળી જાય છે અને મોઢાનાં ચાંદાની સમસ્યાથી છુટકારો મળે છે.

આ સાથે જ જે લોકોને એનિમિયા ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તેવા લોકો પણ તેનું સેવન કરી શકે છે. કારણ કે ગુલકંદમાં પુષ્કળ પ્રમાણમાં આયરન મળી આવે છે, જેનાથી હિમોગ્લોબીન લેવલમાં વધારો થાય છે અને લોહીની કમી નો સામનો કરવો પડતો નથી.

વળી જે મહિલાઓને પીરિયડ્સ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તેવી મહિલાઓ પણ તેનું સેવન કરી શકે છે. જે લોકોને મસાની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે ગુલકંદનો ઉપયોગ લાભદાયી સાબિત થઇ શકે છે.

હકીકતમાં ગુલકંદમાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મ મળી આવે છે, જે શરીરમાંથી બધી જ ગરમીને બહાર કાઢે છે અને કચરાને પણ બહાર કાઢે છે. જે લોકોને ઉનાળામાં નસકોરી ફૂટવાની સમસ્યા રહેતી હોય તેવા લોકો પણ ગુલકંદ સેવન કરી શકે છે.

જો તમે પરસેવામાં વધુ પડતી દુર્ગંધ આવતી હોય તો તમે ગુલકંદને ખાઈ શકો છો અને તેની તાસીર ઠંડી હોવાને કારણે તમારા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.

Leave a Comment