રોજ સવારે આ વસ્તુ ખાઈ લેશો તો તમારા શરીરમાં કેલ્શિયમનું ઉણપ ગાયબ થઈ જશે

દોસ્તો સામાન્ય રીતે તમે બધા જાણતા હશો કે આપણા ભારતીય ઘરોમાં ઉપવાસ દરમિયાન ખીચડી જેવી ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હોય છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ બધી વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતા સાબુદાણા તમારા માટે દવાની જેમ કામ કરી શકે છે. હકીકતમાં તમે તેનો ઉપયોગ કરીને અસંખ્ય બીમારીઓથી લાભ મેળવી શકો છો.

સાબુદાણા માં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન, આયરન, કેલ્શિયમ, સેલેનિયમ અને કાર્બોહાઇડ્રેટ મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે. જોકે તમારે સાબુદાણાનો વધારે વપરાશ કરવો જોઇએ નહીં કારણ કે તેનાથી તમને નુકસાન થવાનો પણ ભય રહેલો છે.

તમે સાબુદાણાની ખીચડી બનાવીને ખાઈ શકો છો. વળી ઘણા લોકો સાબુદાણા ના પાપડ બનાવીને પણ ખાતા હોય છે. તો ઘણા લોકો સાબુદાણાની ખીર બનાવીને પણ થાય છે. જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

જે લોકોને એનીમિયા એટલે કે લોહીની ઉણપની ફરિયાદ રહેતી હોય તેવા લોકો સાબુદાણા નો વપરાશ કરવો જોઇએ. જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સાબુદાણા માં આયરન મળી આવે છે, જે શરીરમાં હીમોગ્લોબિન લેવલ માં વધારો કરે છે અને એનિમિયા ની સમસ્યાને કાયમી દૂર કરી શકે છે.

વળી સાબુદાણાનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ દવા સમાન છે. સાબુદાણા માં પોટેશિયમ મળી આવે છે અને ફાઈબર પણ હોય છે. જે બ્લડપ્રેશરની સમસ્યાને કાયમી ધોરણે દૂર કરી શકે છે. જેથી જે લોકોનું બ્લડ પ્રેશર હંમેશા વધારે રહેતું હોય તેવા લોકોએ તો સાબુદાણા નો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ.

સાબુદાણા માં રહેલું પોટેશિયમ હૃદયરોગના દર્દીઓ માટે પણ દવા સમાન છે. કારણકે સાબુદાણા માં રહેલું ફાઇબર શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. જેના લીધે હૃદયરોગનો સામનો કરવો પડતો નથી અને શરીરમાં લોહીનું પરિભ્રમણ ગતિ પણ યોગ્ય રીતે જળવાઈ રહે છે.

જે લોકોના શરીરમાં નબળાઈ રહે છે અને કામ કરતાં કરતાં તેઓ ઝડપથી થાકી જાય છે. તેવા લોકોએ પણ સાબુદાણા નો વપરાશ કરવો જોઇએ. કારણ કે સાબુદાણાનું સેવન કરવાથી આપણા શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે અને થાક લાગતો નથી. વળી તેમાં મળી આવતું પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ આપણા શરીરને મજબૂત બનાવવાનું કામ કરી શકે છે.

સાબુદાણા નો ઉપયોગ આપણા હાડકાઓ માટે પણ ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે. કારણ કે તેમાં મળી આવતું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકા ની તાકાત આપવા માટે મદદ કરે છે અને હાડકા મજબૂત બને છે. જેથી કરીને દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

જે લોકો પોતાના શરીરના પાતળા પણાને કારણે પરેશાન છે અને તેઓ પોતાનું વજન વધારવા માંગે છે તો તેવા લોકોએ સાબુદાણાનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે સાબુદાણાનું ઉચ્ચ માત્રામાં કેલરી મળી આવે છે. જેનું સેવન કરવાથી વજન વધારી શકાય છે અને દુર્બળતા થી છુટકારો મેળવી શકાય છે.

સાબુદાણાનો ઉપયોગ કરીને તમે પેટ સંબંધી બીમારીઓથી પણ આરામ મેળવી શકો છો. કારણકે સાબુદાણા માં રહેલું ફાઇબર પાચનતંત્રમાં સુધારો કરે છે અને ભોજનને પચાવવાની ક્ષમતા માં મદદ કરે છે. જેના લીધે તમારે પેટ સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.

Leave a Comment