આ જ્યુસ પીશો તો તમારું વજન રમતાં રમતાં ઉતરી જશે

દોસ્તો વજન ઓછું કરવા માટે અમુક પ્રકારના પીણાં ખૂબ જ અસરકારક હોઈ શકે છે. જો તમે તેને સવારે ખાલી પેટે પીવાનું શરૂ કરી દો છો તો તમારા શરીરમાં વિવિધ પ્રકારના રોગો થવાનો ભય રહેતો નથી અને આસાનીથી વજન પણ ઓછું કરી શકાય છે.

આ પૈકી જો આપણે એક અસરકારક પીણાં વિશે વાત કરીએ તો તે વરિયાળી અને જીરૂ માંથી બનાવવામાં આવે છે. જો તમે આ પીણાંનું સેવન કરવા લાગો છો તો તમે આસાનીથી વજન ઓછું કરી શકો છો.

આ વિશેષ પ્રકારનું ડ્રીંક બનાવવા માટે એક ગ્લાસ પાણી લઇને તેમાં એક ચમચી ધાણા, એક ચમચી જીરૂ અને ચમચી વરિયાળી લઈને પાણીમાં પલાળી દેવું જોઈએ. હવે આ પાણીને આખી રાત માટે રહેવા દેવું જોઈએ અને ત્યારબાદ સવારે ઉઠી તેને ઉકાળી ફિલ્ટર કરી લેવું જોઇએ.

હવે જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેનું સેવન કરવું જોઈએ. તમે તેમાં મીઠું અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. જો તમે યોગ્ય રીતે સેવન કરવા લાગતો તમને અવશ્ય ફાયદા થશે. જો આપણે જીરાનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે વાત કરીએ તો તેનાથી આપણું પાચનતંત્ર સારું રહે છે.

ઉનાળાની ઋતુમાં આ ડ્રીંક ખૂબ જ લાભદાયી હોય છે. તેમાં મળી આવતા પોટેશિયમ, કેલ્શિયમ સહિત આર્યન પણ મળી આવે છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે કામ કરે છે.

તેમાં મળી આવતા એન્ટિઓક્સિડન્ટ તત્વો બીમારીઓ સામે લડવામાં ખૂબ જ મદદ કરી શકે છે. વજન ઓછું કરવા માટે કોથમીર પણ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે.

તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ મળી આવે છે, જે શરીરમાંથી વધારાના પાણીને દૂર કરી શકે છે. વળી જો તમે ચમકદાર ત્વચા મેળવવા માંગતા હોય તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જે બ્લડ શુગર કાબૂમાં રાખવા માટે કામ કરે છે.

આ વિશેષ પ્રકારનું ડ્રીંક ઉનાળામાં ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે કામ કરે છે, જેનાથી હોર્મોન્સ સંતુલિત થઇ શકે છે. જો તમે લોહીનું શુધ્ધીકરણ કરવા માંગો છો તો પણ વરિયાળી ખુબ જ સારી માનવામાં આવે છે. આ સાથે જો તમે એસીડીટીની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો પણ તમે તેનું સેવન કરી શકો છો.

Leave a Comment