દાંતમાં ગમે તેવો સડો થયો હોય તો આ ઉપાયથી દાંત હીરા જેવા ચોખ્ખા થઈ જશે

દોસ્તો આજના સમયમાં નાની ઉંમરના લોકો થી શરૂ કરીને મોટી ઉમર ના બધા જ લોકોને દાંતના દુખાવાની સમસ્યા હેરાન કરતી હોય છે. ઘણી વખત દુખાવો કેટલા સુધી વધી જાય છે કે તે ખૂબ જ અસહ્ય થઈ જાય છે.

દાંતમાં દુખાવો થવાના કારણો ઘણા બધા હોઈ શકે છે. વળી દાંતમાં દુખાવો થવાને કારણે લોકો યોગ્ય રીતે બ્રશ પણ કરી શકતા નથી, જેના લીધે મોઢામાં દુર્ગંધ આવવા લાગે છે અને ધીમે-ધીમે આગળ વધે છે.

આવામાં જો તમે દાંતના દુખાવાથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવવા જોઈએ. જો દાંતમાં દુખાવો થઈ રહ્યો હોય તો તમારે લવિંગને દાંતની વચ્ચે દબાવીને રાખવું જોઇએ. જેનાથી દુખાવામાં આરામ મળી શકે છે. જે દાંતના દુખાવાને દૂર કરે છે અને માથાના દુખાવાની સમસ્યાથી આરામ મળે છે.

જો તમને દાંતમાં દુખાવો થઈ રહ્યો હોય તો તમારે સૌથી પહેલા પાણીને થોડું ગરમ કરી લેવું જોઇએ અને તેમાં મીઠું નાખીને કોગળા કરવા જોઇએ. જેનાથી દાંતનું સંક્રમણ દૂર થઈ જશે અને દુખાવાથી રાહત મળશે.

વળી તમે સવારે બ્રશ કરવા માટે ટૂથપેસ્ટ ની જગ્યાએ મીઠાનો ઉપયોગ કરી શકો છો. તમે લસણનો ઉપયોગ કરીને પણ દાંતના દુખાવામાં આરામ મેળવી શકો છો. આ માટે તમારે બે થી ત્રણ લસણની કળીઓને ચાવવાની શરૂ કરવી જોઇએ.

ડુંગળીમાં એન્ટી તત્વો મળી આવે છે, જે દાંતના દુખાવાને દૂર કરવા માટે કામ કરે છે. જો તમને દાંતમાં દુખાવો થઈ રહ્યો હોય તો તમારે ડુંગળીનો રસ કાઢીને દાંતમાં લગાવી દેવું જોઈએ.

જેનાથી તમને રાહત મળશે. જામફળ પણ દાંતના દુખાવામાં રાહત આપવા માટે કામ કરે છે. આ માટે તમારે જામફળ ના પાન ને તોડી લાવવા જોઈએ અને તેને અસરગ્રસ્ત જગ્યાએ દબાવી દેવા જોઈએ, જેનાથી દુખાવામાં રાહત મળે છે.

તમે ફુદીનાનો ઉપયોગ કરીને પણ દાંતના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. જ્યારે આપણને ઉંમર વધવાની સાથે દાંતમાં દુખાવો શરૂ થઇ જાય છે ત્યારે ફુદીનો તમારી મદદ કરી શકે છે.

આ માટે ફુદીનાના તેલના થોડા ટીપા તમારે દુખાવો થઈ રહ્યો હોય તે જગ્યાએ લગાવી દેવા જોઈએ અને થોડાક સમય પછી ગરમ પાણીથી કોગળા કરી લેવા જોઈએ, જેનાથી દાંત નો દુખાવો દૂર થઇ શકે છે.

આ જ ક્રમમાં તમે હીંગનો ઉપયોગ કરીને પણ દાંતના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. હકીકતમાં હિંગ માં એન્ટી ગુણ મળી આવે છે, જેનાથી દાંત માં થતા દુખાવાથી રાહત મળે છે.

તેનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા એક ચપટી ભરીને હિંગ લેવી જોઈએ અને અસરગ્રસ્ત જગ્યાએ તેને લગાવી લેવું જોઈએ. ત્યાર બાદ તમારે અડધો કપ પાણીમાં થોડું ઘી ઉમેરીને મોઢું સાફ કરી લેવું જોઈએ. આ ઉપાય કરવાથી પણ તમારા દાંતના દુખાવાથી આરામ મળી શકે છે.

તમે પ્લાસ્ટિકના બ્રશ ની જગ્યાએ બાવળ અથવા લીમડાના બ્રશનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારા દાંતને એક્સરસાઇઝ કરવામાં મદદ મળે છે અને તમે આસાનીથી દુખાવાથી છુટકારો મેળવી શકો છો.

જો તમે તલના તેલને થોડું ગરમ કરીને અસરગ્રસ્ત જગ્યાએ લગાવી દો છો અને તેને પાંચથી દસ મિનિટ રાખ્યા પછી મોઢાને સાફ કરી લો છો તો તમને દુખાવાની સમસ્યાથી આરામ મળે છે અને પેઢાં પણ મજબૂત થાય છે.

Leave a Comment