ચામડીના રોગથી પરેશાન છો, હાલ જ ઘરે બેઠા કરો કરી લો આ કામ

દોસ્તો સામાન્ય રીતે ફટકડી મોટાભાગે દરેક ઘરમાં આસાનીથી મળી આવે છે અને તે બજારમાં પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. જો તેને પાણીમાં ઉમેરી દેવામાં આવે તો પાણી તરત જ એકદમ શુદ્ધ બની જાય છે.

આ જ ક્રમમાં ફટકડી ત્વચા સંબંધિત રોગોથી પણ રાહત આપવા માટે કામ કરી શકે છે. જો તમે ફટકડીના પાણીથી દરરોજ ચહેરાની મસાજ કરો છો તો તમારો ચહેરો એકદમ સાફ થઈ જાય છે અને ચહેરા ઉપરથી ખીલ તરત જ દૂર ભાગે છે.

વળી જો તમને દાંત નો દુખાવો થઈ રહ્યો હોય તો પણ તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે અસરગ્રસ્ત જગ્યાએ ફટકડીનો પાઉડર લગાવી દેવો જોઈએ.

તેનાથી દાંતના દુખાવામાં તરત જ આરામ મળી જાય છે. જો તમે તમારા શરીર પરથી ગંદકી દૂર કરવા માંગતા હોય તો તમારે પાણીમાં ફટકડી ઉમેરી તેનાથી સ્નાન કરવું જોઈએ, જેનાથી પરસેવાની દુર્ગંધ દૂર થઈ જાય છે.

ચહેરા પરની કરચલીઓ થી રાહત મેળવવા માટે પણ ફટકડીના ટુકડાને રામબાણ માનવામાં આવે છે. આ માટે તમારે સૌથી પહેલા ફટકડીના પાણીમાં ઉમેરી ને ચહેરા ઉપર લગાવી દેવી જોઈએ અને ત્યારબાદ ગુલાબ જળથી ચહેરો સાફ કરી લેવો જોઈએ. આવું કરવાથી તમારા ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જાય છે.

જો તમે સવારે અને સાંજે બહુ ઉધરસ પરેશાન કરી રહી હોય તો તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં ફટકડીનો પાઉડર ઉમેરી પી લેવો જોઈએ. જેનાથી ઉધરસની સમસ્યામાં રાહત મળે છે અને શ્વાસ લેવાની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે.

જો તમને નાકમાંથી સતત લોહી આવવાની સમસ્યા થઈ રહી હોય તો તમારે પાણીમાં ફટકડી ઉમેરી તેના થોડાક ટીપાં નાકમાં ઉમેરી દેવા જોઈએ, જેનાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થઈ જશે અને નસકોરી ની સમસ્યાથી રાહત મળશે.

પાણીમાં ફટકડી ને ઉમેરીને નાહી સવારે અને સાંજે કોગળા કરવામાં આવે તો દાંત એકદમ મજબૂત બની જાય છે અને મોઢામાંથી આવતી દુર્ગંધ દુર થઇ જાય છે.

વળી જે લોકોને બ્રશ કર્યા પછી પણ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તેવા લોકો પણ આ ઉપાય અજમાવી શકાય છે. એકથી બે ચમચી ફટકડી પાવડર ની મધમાં ઉમેરી મોઢામાં ચાંદા થયા હોય તેના પર લગાવવામાં આવે તો એકથી બે દિવસમાં ચાંદા દૂર થઈ જાય છે.

જો તમને કોઈ જગ્યાએ વાગ્યું હોય અને રૂઝ આવી રહી ન હોય તો પણ તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફટકડીનો પાઉડર અસરગ્રસ્ત જગ્યાએ લગાવી દેવો જોઈએ, જેનાથી રૂઝ આવી જાય છે અને ઘા ઝડપથી દૂર થાય છે.

સ્ત્રીઓની માસિક ધર્મની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તેવી મહિલા પણ ફટકડીનો ઉપયોગ કરી શકે છે. આ માટે ફટકડીનો પાઉડર માં મધ ઉમેરીને સેવન કરવું જોઈએ.

જો તમારા ચહેરા ઉપર ખીલ થયા હોય તો તમારે ફટકડીના પાવડરમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવવી જોઈએ અને તેને અસરગ્રસ્ત જગ્યાએ લગાવી દેવી જોઈએ. જેનાથી ખીલ કાયમી દૂર થઈ જાય છે અને તેનાથી નવા ખીલ પણ થતા નથી.

ફટકડીનો ઉપયોગ ખરાબ પાણીને સ્વચ્છ બનાવવા માટે પણ કરવામાં આવે છે. આ માટે સૌથી પહેલાં પાણીમાં ફટકડી માં એક થી બે ટુકડા નાખી દેવા જોઈએ અને થોડાક સમય માટે તેને રહેવા જોઈએ.

ત્યારબાદ તેને બહાર કાઢી લેવાથી પાણી સાફ થઈ જાય છે. જો કે વધુ પ્રમાણમાં ફટકડીનો ઉપયોગ કરવાથી ઉલ્ટી અને ઉબકા થવા ની સમસ્યા રહેતી હોય છે, તેથી તમારે હંમેશા ફટકડીનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.

Leave a Comment