દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે ઉનાળાની ઋતુમાં દહીંનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. કારણ કે દહીં નું સેવન કરવાથી આપણા શરીરને ઠંડક મળે છે સાથે સાથે તેમાં મળી આવતા પોષક તત્વો આપણા શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓને દૂર કરી શકે છે.
જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે દહીંનું સેવન કરવું દરેક વ્યક્તિ માટે લાભદાયી હોય તે જરૂરી નથી. કારણ કે કેટલાક લોકો એવા હોય છે, જેમના માટે દહીંનું સેવન કરવું તેમના શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને તેમના સ્વાસ્થ્ય નું જોખમ પણ થઈ શકે છે. તો ચાલો આપણે એક પછી એક જાણીએ કે કયા લોકોએ દહીંનું સેવન કરવું જોઇએ નહીં.
તમને જણાવી દઈએ કે દહીંમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. જે હાડકાંને મજબૂત બનાવી રાખવા માટે કામ કરે છે પરંતુ જો કોઈ વ્યક્તિને સંધિવા અને સાંધાના દુખાવાની સમસ્યા હોય તો તેવા લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેના લીધે સંધિવાની સમસ્યામાં વધારો થઈ શકે છે અને દુખાવામાં પણ ઘણો વધારો થાય છે.
સામાન્ય રીતે દહીંનું સેવન કરવાથી આપણા પેટને ઠંડક મળે છે પરંતુ જો કોઈ વ્યક્તિને એસીડીટીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તે વ્યક્તિ દહીંનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેના સેવન કરવાથી એસિડિટીની સમસ્યામાં વધારો થઈ શકે છે અને તમારો જીવ પણ જોખમમાં મુકાય છે.
અસ્થમા થી પીડિત લોકોએ પણ દહીંનો ઉપયોગ કરવા પર કાબૂ રાખવો જોઈએ. કારણ કે તેનાથી તેમની કફની સમસ્યામાં વધારો થાય છે અને જે અસ્થમાના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વળી તેનું સેવન કરવાથી ગળામાં કફ પણ વધી જાય છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે.
જો કોઈ વ્યક્તિને વારંવાર શરદીની સમસ્યા થઈ જતી હોય તો તેણે પણ દશી ખાવા ઉપર કાબૂ રાખવો જોઈએ અને ભૂલથી પણ સાંજ પછી દહીંનો વપરાશ કરવો જોઇએ નહીં. કારણ કે સાંજ પછી દહીં ખાવામાં આવે તો શરદીની સમસ્યામાં વધારો થઈ શકે છે અને તેની તાસીર ઠંડી હોવાને કારણે કફની સમસ્યા પણ હેરાન કરે છે.
ઉનાળાની ઋતુમાં ઘણા લોકો રાત દરમિયાન દહીંનું સેવન કરતા હોય છે પરંતુ તમારે રાતે ભૂલથી પણ દહીંનુ સેવન ન કરવું જોઈએ. કારણ કે તેમાં ખટાશ મળી આવે છે અને રાત્રે તેનું સેવન કરવાથી કફ દોષ વધે છે. વળી જે લોકોની પાચનશક્તી નબળી હોય તેવા લોકોએ પણ દહી ખાવા ઉપર થોડી કાબુ રાખવાની જરૂરિયાત છે.
હવે તમે સમજી ગયા હશો કે કયા લોકોએ દહીંનું સેવન કરવું જોઇએ નહીં. જો તમે ઉપરોક્ત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી તો તમે મર્યાદિત માત્રામાં તેનું સેવન કરી શકો છો. જેનાથી તમને અવશ્ય લાભ થઈ શકે છે.