દોસ્તો આપણા ભારત દેશમાં જો કોઇ બીમારીથી લોકો સૌથી વધારે પીડાઈ રહ્યા છે તો તે ડાયાબિટીસ છે. એક સર્વે અનુસાર દર બે મિનિટે એક વ્યક્તિ ડાયાબિટીસની બીમારીને કારણે મૃત્યુ પામી રહ્યો છે.
ડાયાબિટીસને એકદમ ગંભીર રોગ માનવામાં આવે છે, જેનાથી શિકાર બની ગયા પછી તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલીજનક હોય છે. આ રોગ ધીમે ધીમે એક મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. જે વ્યક્તિ માટે મૃત્યુનું કારણ બની શકે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ડાયાબીટિસની સમસ્યાથી છુટકારો મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ઉપાયો અજમાવ્યા પછી તમારા શરીરમાં ડાયાબિટીસ બહુ ઘણા અંશે સુધી કાબૂમાં આવી જશે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.
તમને જણાવી દઈએ કે મેથીના દાણા ડાયાબીટીસ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જે બ્લડ શુગરને કાબૂમાં લાવે છે અને બ્લડ સુગર ને કાબૂમાં લાવવામાં મદદ કરે છે. જેનાથી ડાયાબીટિસની સમસ્યાથી મુક્તિ મળી શકે છે. વળી તેમાં હાજર ફાઇબર લોહીમાં ખાંડનું શોષણ કરે છે.
જે વ્યક્તિ દરરોજ મેથીના 10 ગ્રામ પાવડર ને ગરમ પાણીમાં ઉમેરીને પી લે છે તેને ટાઈપ ટૂ ડાયાબિટીસ થવાનો ખતરો રહેતો નથી. મેથીના દાણા માં બ્લડ સુગરની ઘટાડવાની શક્તિ હોય છે.
વળી તેમાં એવા ફાઈબર પણ હોય છે, જે પાચન શક્તિમાં વધારો કરે છે અને લોહીમાં ખાંડના સ્થળમાં ઘટાડો કરે છે. જેનાથી ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
ડાયાબીટિસની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે પાલક પણ દવાની જેમ કામ કરી શકે છે. પાલકમાં વિટામિન કે, એ અને સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ સિવાય પાલકમાં અનેક ઘણા ગુણધર્મો પણ હોય છે. જેમ કે મેગ્નેશિયમ, આયરન, મેંગેનિઝ વગેરે વગેરે… આ પાંદડાવાળી શાકભાજી ખાવાથી તમને ઘણા બધા ફાયદા થાય છે.
પાલક આંખોના રોગ માટે પણ દવાની જેમ કામ કરે છે. પાલક આસાનીથી મળી પણ જાય છે અને બ્લડ શુગર લેવલને વધારવાનું કામ પણ કરતું નથી. ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજર પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. ગાજર આસાનીથી પચી જાય છે.
તેને ખાવાથી ડાયાબિટીસની સમસ્યાથી પણ મુક્તિ મળી શકે છે. જ્યારે તમે દરરોજ આહારમાં ગાજરનો સમાવેશ કરો છો ત્યારે ઇન્સ્યુલિનનું પ્રમાણ એકદમ નિયંત્રણમાં આવી જાય છે, જેનાથી તમને અવશ્ય લાભ થાય છે.
સામાન્ય રીતે બીટ માં લોહી ને શુદ્ધ કરવા માટે પુષ્કળ પ્રમાણમાં આયર્ન અને પોટેશિયમ મળી આવે છે, જે ચહેરા ઉપરના ખીલ ડાઘ દૂર કરે છે સાથે સાથે ડાયાબિટીસને પણ કાબૂમાં રાખવાનું કામ કરે છે. જેનાથી તમને આસાનીથી ડાયાબિટીસને કાબૂમાં લઈ શકો છો.
તજનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ તમે તેનો ઉપયોગ કરીને ઘણા બધા ફાયદા પણ મેળવી શકો છો. જો તમે તજ અને મધ મિક્સ કરીને ચાટી જાઓ છો તો ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો રહેતો નથી.