માથાનો દુખાવો, ગેસ અને કબજિયાત માટે દવા ના લેતા, કરી લેજો આ કામ

દોસ્તો આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ મળી આવે છે, જેનાથી આપણા શરીરને ઘણા બધા લાભ થઈ શકે છે. તમે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો, જેનાથી કોઈપણ જાતની આડઅસર પણ થતી નથી.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને રસોડામાં વાપરવામાં આવતા એક એવા મસાલા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે આસાનીથી ઘણા બધા રોગોનો ઇલાજ કરી શકો છો.

અમે જે મસાલા વિશે વાત કરી રહ્યા છીએ તેને કાળીજીરી તરીકે ઓળખવામાં આવે છે, તેમાં એન્ટી તત્વો મળી આવે છે. જે આપણા શરીરમાંથી વિવિધ પ્રકારના રોગોથી રાહત આપવામાં મદદ કરે છે.

જો તમે કપાળ ઉપર કાળીજીરી નું તેલ લગાવી દો છો તો તમને દુખાવામાં આરામ મળી શકે છે. જો તમે કાળી જીરી ના તેલના થોડાક ટીંપા ને ગરમ કરી તેમાં થોડું પાણી ઉમેરો છો અને તેનાથી કોગળા કરો છો તો દાંતના દુખાવામાં પણ રાહત મળી શકે છે.

જો તમને શરદી કફ વગેરેની સમસ્યા થઈ રહી હોય તો તમારે કાળીજીરીનું સેવન કરવું જોઈએ. જે શરીરમાંથી ઠંડી દૂર કરે છે અને નાકને ખોલવામાં મદદ કરે છે. જેના લીધે તમે શરદી ઉધરસ થી તો રાહત મેળવી શકો છો સાથે સાથે શ્વાસ લેવામાં પડતી તકલીફ પણ દૂર થઇ શકે છે.

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેવા લોકો પણ પોતાના ભોજનમાં કાળીજીરી નો ઉપયોગ કરી શકે છે. જેનાથી ડાયાબિટીસ ના રોગ માં ઘણો લાભ થાય છે. હકીકતમાં કાળીજીરી માં એન્ટી ડાયાબીટીક ગુણધર્મો આવેલા હોય છે, જેનો ઉપયોગ તમે પાઉડર બનાવીને ગરમ પાણીમાં ઉમેરી ચા ની જેમ પી શકો છો.

જે લોકોનું શરીર વારંવાર ગરમ થઈ જતું હોય અથવા ઝીણો તાવ આવતો હોય તો તેવા લોકોએ કાળીજીરી નો ભૂકો બનાવી તેનો ઉકાળો બનાવી લેવો જોઈએ અને સવારે અને સાંજે આ ઉકાળો પીવાથી તમને દસેક દિવસમાં આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.

વળી પેટમાં કરમિયા પડ્યા હોય અથવા કોઈ વસ્તુનું પાચન ન થતું હોય તો પણ તમે આ ઉપાય અપનાવી શકો છો. જો તમે કાળી જીરી ના પાવડરને પાણીમાં ઉમેરી તેનાથી કોગળા કરવા લાગો છો તમે દાંતના દુખાવામાં આરામ મળી શકે છે અને દુખાવો દૂર થઇ જાય છે. કાળીજીરીનું સેવન કરવામાં આવે તો પેટની ચરબી પણ ઓછી કરી શકાય છે અને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને પણ દૂર કરી શકાય છે.

જે લોકોને પેશાબ સાથે જોડાયેલા રોગો હેરાન કરી રહ્યા છે તેવા લોકો પણ કાળીજીરી નો ઉપયોગ કરી શકે છે. જેનાથી પેશાબ દ્વારા ગંદકી બહાર નીકળી જાય છે અને પેટ સાફ થઈ જાય છે.

સંધિવા જેવી સમસ્યાઓમાં પણ કાળીજીરી તમારી મદદ કરી શકે છે. આ માટે તમારે અઢીસો ગ્રામ મેથીના દાણા, સો ગ્રામ અજમો, પચાસ ગ્રામ કાળીજીરી લઈને શેકી લેવું જોઈએ. ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ થવા માટે મૂકી દેવું જોઈએ અને જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને વાટીને પાઉડર બનાવી લેવો જોઈએ.

ત્યારબાદ જ્યારે તમને પેટના રોગો, આંખોની નબળાઈ, હાડકા ની નબળાઈ અથવા સંધિવાની સમસ્યા હેરાન કરી રહી હોય ત્યારે તમારે આ ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી તમને અવશ્ય લાભ થશે.

Leave a Comment