દોસ્ત આપણા હિન્દુ ધર્મમાં નારિયેળને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ પૂજા અથવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે નારિયેળનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે.
વળી નાળિયેર માં ઘણા બધા ઔષધીય ગુણધર્મો પણ આવેલા હોય છે, જે આપણા શરીરમાંથી વિવિધ પ્રકારના રોગોને દૂર કરવા માટે કામ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને નારિયેળનો ઉપયોગ કરવાથી કયા કયા રોગોને દુર કરી શકાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
નાળિયેરમાં તંદુરસ્ત ફેટ આવેલું હોય છે. જે બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે અને ધમનીઓને બ્લોક થવાની સમસ્યાથી છુટકારો મળી શકે છે. વળી તેનો ઉપયોગ કરવાથી હૃદય રોગનો પણ સામનો કરવો પડતો નથી.
નારિયેળ એનિમિયાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. જે લોકોનું લોહી ઓછું છે તેવા લોકોએ તો અવશ્ય નારિયેળ નો ઉપયોગ કરવો જોઈએ. નાળિયેર આપણાં હાડકાંને મજબૂત બનાવવા માટે પણ કામ કરે છે.
હકીકતમાં તેમાં કેલ્શિયમ મળી આવે છે જે સાંધાના દુખાવા અને સંધિવાની સમસ્યાથી આરામ અપાવી શકે છે. વળી જે લોકો આર્થરાઈટિસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકો પણ નાળિયેર નો ઉપયોગ કરી શકે છે.
આ માટે તમારે કોપરાને છીણી લેવું જોઇએ અને તેમાં એક કપ પાણી ઉમેરી દેવું જોઈએ. ત્યાર બાદ તમારે એક કલાક પછી તેની ગાળી ને બાકી વધેલા કોપરાને કાઢી લેવું જોઇએ અને તેની ચટણી બનાવી લેવી જોઈએ.
ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. જો તમે દિવસમાં ત્રણથી ચાર વખત તેનું સેવન કરશો તો તમને ફેફસાના રોગો, ટીબી અને ખાંસીની સમસ્યાનો સામનો કરવો પડશે નહી.
જો તમે દરરોજ નાળિયેર ખાવાની ટેવ પાડી દો છો તો કેન્સર જેવી જીવલેણ બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. જે લોકો સ્તન કેંસરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ તો અવશ્ય નારિયેળનો ઉપયોગ કરવો જોઈએ.
કોપરાનું સેવન કરવાથી ગાંઠીયા રોગથી છુટકારો મળી શકે છે અને દુખાવામાં આરામ મળે છે. જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેવા લોકો પણ નાળિયેર નો ઉપયોગ કરી શકે છે, જેનાથી તેઓને રાહત મળે છે.
જે મહિલાઓના શરીરમાં લોહીની ઉણપ હોય તેવી મહિલાઓ પણ તેનું સેવન કરીને શરીરમાં લોહીની કમીને દૂર કરી શકે છે. નારિયેળ નો ઉપયોગ કરીને પાચન ક્રિયાને પણ સુધારી શકાય છે.
જે લોકો દરરોજ નારિયેળ ખાય છે તેમને કબજીયાત ઝાડા ઉલટી વગેરે જેવી સમસ્યાઓ થતી નથી. વળી પાચન સાથે જોડાયેલ સમસ્યાઓથી પણ છુટકારો મળી શકે છે.
જો તમે 15 દિવસ સુધી સતત નારિયેળના ટુકડા નું સેવન કરો છો તો તમારું એનર્જી લેવલ ઘણા અંશ સુધી વધી શકે છે.