તમારા ચહેરાને હીરો – હીરોઇન કેવો ચમકદાર બનાવવા કરો લો આ કામ

દોસ્તો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માટે માંગે છે અને આ માટે પોતાની ત્વચાની કાળજી લેવી ખૂબ જરૂરી બની જાય છે. જો કે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો પોતાની ત્વચા પર ધ્યાન આપી શકતા નથી, જેના લીધે તેઓને ખીલ, ડાઘ, બ્લેક સ્પોર્ટ, બ્લેકહેડ્સ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે પરંતુ શું તમે જાણો છો કે તમે દૈનિક જીવનમાં કેટલાક ઉપાયો અપનાવીને તમારા ચહેરાનું ખૂબ જ ધ્યાન રાખી શકો છો.

જો તમને હજુ પણ વિશ્વાસ આવતો નથી તો આજના આ લેખને અંત સુધી વાંચજો. કારણ કે આજે અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનો અમલ કરીને તમે તમારા ચહેરા પરથી ખીલ, ડાઘ વગેરે થી મુક્તિ મેળવી શકો છો.

ઉનાળામાં ગરમી અને પ્રદૂષણના લીધે પુરુષોની ત્વચા એકદમ તૈલીય બની જતી હોય છે અને ચહેરા ઉપર ખીલ થવા લાગે છે. તેથી તમારે પોતાના ચહેરાને કે તૈલીય મુક્ત રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું બે વખત ફેસવોશથી ચહેરાને ધોવાનું શરૂ કરી દેવું જોઈએ.

વધારે પ્રમાણમાં ગરમી પડવાને કારણે પુરુષોની ત્વચા પર ટેનિંગ અને સન બર્ન થવાની સમસ્યા વધી જતી હોય છે. આવામાં તમે સૂર્યના હાનિકારક કિરણોથી બચવા માટે ઘરની બહાર નિકળતા પહેલા સનસ્કીન લગાવવાનું શરૂ કરી શકો છો. જેનાથી સૂર્યના હાનિકારક કિરણો ત્વચાને અસર કરતા નથી અને તમારી ત્વચા એકદમ ચમકદાર બને છે.

સામાન્ય રીતે ગરમીનો પ્રભાવ તમારી ત્વચાની જોડે જોડે દાઢી અને મૂછ ઉપર પણ જોવા મળતો હોય છે. તેથી સમય સાથે ચહેરાને એકદમ સાફ કરતા રહેવું જોઈએ અને શેવિંગ કરવાની પણ શરુઆત કરી દેવી જોઈએ. વળી વાળને ખરાબ બેક્ટેરિયા અને ધૂળથી દૂર રાખવા માટે શેમ્પૂથી ધોવા જોઈએ.

ત્વચા પરના ખરાબ સેલ્સને દૂર કરવા માટે અઠવાડિયામાં એક વખત સક્રબ નો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તમારા ચહેરા પર જામી ગયેલી બધી જ ગંદકી દૂર થઈ જાય છે અને તમારો ચહેરો એકદમ ચમકદાર બને છે પરંતુ યાદ રાખો કે જો તમને કોઈ એલર્જીની સમસ્યા હોય તો તમારે ડોક્ટરની સલાહ લીધા પછી સ્ક્રબ કરવું જોઈએ.

જો તમારા ચહેરા ઉપર ખીલ અને ડાઘ થઈ ગયા છે તો તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે રાત્રે સુતા પહેલા પિમ્પલ અથવા ડાઘ પર લગાવી દેવી જોઈએ અને સવારે ઉઠ્યા પછી તેને સાફ કરી લેવી જોઈએ.

આ ઉપાય કરવાથી તમારા ચહેરા ઉપરના ખીલ ધીમે-ધીમે દૂર થવા લાગશે અને તમારો ચહેરો એકદમ ખીલ મુક્ત બની જશે.

Leave a Comment