ગુલમહોરના ઝાડ સુંદર અને નયનરમ્ય હોય છે. તેના ફુલ સુંદર હોય છે. તેને જોતા આંખને ઠંડક મળે છે. સુંદર દેખાતા આ ફુલ સ્વાસ્થ્યને પણ સુધારે છે. ગુલમહોરના ઝાડ ગરમ વાતાવરણ ધરાવતા પ્રદેશમાં વધારે જોવા મળે છે.
આ ઝાડને પવિત્ર માનવામાં આવે છે. ગુલમહોરનું ઝાડ હવે ક્યાંય પણ જુઓ તો તેના ફુલ તોડી લેજો. આ ફુલ રોગ દુર કરવામાં મદદ કરે છે. ગુલમહોર બે પ્રકારના હોય છે. એક લાલ અને બીજા પીળા.
આ ફુલના રંગ જેમ અલગ હોય છે તેમ તેના ગુણધર્મ પણ અલગ હોય છે. ગુલમહોરના ઝાડની છાલ, મૂળ, ફૂલ, પાંદડા બધું જ ઔષધિ તરીકે ઉપયોગમાં આવે છે. ગુલમહોરનું ઝાડ ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ વિવિધ રોગમાં કરી શકાય છે.
લાલ ગુલમહોરની કળી ખાવામાં મીઠી, નરમ અને પોષક હોય છે. તેનાથી નબળાઈ, તરસ, ઝાડા, લોહીની ઊણપ, રક્તસ્ત્રાવ, સફેદ પાણી પડવું, કમળો, ડાયાબીટીસમાં લાભ થાય છે. ઝાડા થયા હોય તો ગુલમહોરની દાંડીની છાલ 2 ગ્રામની માત્રામાં લેવાથી ઝાડા મટે છે.
સંધિવાના કારણે ચાલવામાં, બેસવામાં, ઊભા થવામાં સાંધામાં અસહ્ય પીડા થતી હોય તો ગુલમહોર તમને આ પીડાથી મુક્ત કરશે. તેના માટે ગુલમહોરના પીળા ફુલ લેવા અને તેના પાંદડાનો ઉકાળો કરી પીવાથી સંધિવામાં રાહત થાય છે.
ગુલમહોરના ફુલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ડાયરીઅલ પ્રોપર્ટીઝ હોય છે જે આંતરડાની બળતરા, તાવથી મુક્તિ અપાવે છે. તેનાથી ત્વચાના રોગ પણ મટે છે.
ત્વચા પર થતી ફોડલી, ફોડલાની સમસ્યાને દુર કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગુલમહોરના ફુલને કાચા ખાઈ પણ શકાય છે. તેમાં વિટામીન્સ અને ખનીજ ભરપુર હોય છે. તેનાથી શરીરમાં પાણીની ઊણપ સર્જાતી નથી.
આ ફુલ ખતરા વાળની સમસ્યાને દુર કરે છે. તેના માટે આ ફુલને પીસી અને મહેંદીમાં ઉમેરી તેને વાળના મૂળમાં લગાવો. તેનાથી ટાલિયાપણું દુર થાય છે. ગુલમહોરના પાનનો ઉકાળો સંધિવાની સમસ્યા પણ દુર કરે છે. તેના માટે જે સાંધા દુખતા હોય તેના પર આ પાનની પેસ્ટ કરી લગાવવી. તેનાથી સોજો અને દુખાવો બને મટે છે.
2 ગ્રામ ગુલમહોરની છાલનું ચૂર્ણ અને સાથે પીળા ગુલમહોરના ફુલનો પાવડર લેવાથી લ્યુકોરિઆની સારવારમાં રાહત થાય છે. ગુલમહોરના ફૂલનો 6 ગ્રામ પાવડર મધ સાથે લેવાથી માસિક સ્ત્રાવના વિકાર દુર થાય છે.