ઘણા લોકોને પગના દુખાવા તકલીફ કરાવતા હોય છે. આ દુખાવાથી મુક્તિ મેળવવા લોકો ઘણા ઉપચાર કરે છે. પરંતુ સચોટ જાણકારીના અભાવના કારણે આ ઉપચાર અસર કરતાં નથી અને લોકો નિરાશ થઈ જાય છે.
પરંતુ આજે તમને આ પ્રકારના દુખાવાને દુર કરવાની સચોટ અને દેશી સારવાર વિશે જણાવીએ. આ સારવારથી તમને ચોક્કસથી લાભ થશે. પગના સોજા, ગોટલા અને સાંધાના દુખાવા માટે હળદર અકસીર ઈલાજ છે.
આ વસ્તુનું મિશ્રણ તમને દુખાવાથી રાહત આપશે. તેના માટે બે ચમચી હળદરને એક ચમચી નાળિયેરના તેલમાં મિક્સ કરી પેસ્ટ બનાવી અને સોજો આવ્યો હોય તે જગ્યા પર લગાવો. જ્યારે પેસ્ટ સુકાય જાય એટલે તેને ગરમ પાણીથી સાફ કરો. આ ઉપાય દિવસમાં 3 વખત કરવાથી પગના દુખાવા મટે છે.
કાકડી અને લીંબુ પણ દુખાવા દુર કરે છે. તેના માટે એક જગમાં પાણી ભરવું અને તેમાં કાકડી અને લીંબુની સ્લાઈસ કરી ઉમેરી દેવી. જ્યારે પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે આ પાણી પીવાનું રાખો. તેનાથી પગના સોજા ઉતરશે.
પગમાં રહેતા સોજાને દુર કરવા માટે દિવસમાં બે વખત ગરમ પાણીમાં સિંધાલુણ ઉમેરી તેમાં પગ બોળી રાખો. આ રીતે પાણીમાં પગ 20 મિનિટ માટે બોળી રાખવા. ત્યારપછી પગને બહાર કાઢીને ટોવેલમાં લપેટીને રાખવા.
આ સિવાય રાતના સમયે પગમાં નાળિયેરના તેલથી માલિશ કરવી. આ ઉપાય કરવાથી પણ લાભ થાય છે. મૂળા અને તલ ખાવાથી પણ ચામડી નીચે જામેલું પાણી શોષાઈ જાય છે અને પગના સોજા ઉતરે છે. આ સિવાય રોજ 30 ગ્રામ મૂળાનો રસ પીવાથી સોજામાં રાહત થાય છે.
તુલસીના પાન વાટી અને તેને સોજા ઉપર લગાવવાથી રાહત થાય છે. લીમડાના પાનને બાફી અને સોજાવાળી જગ્યાએ લગાવવાથી તુરંત લાભ થાય છે. ઓલિવ ઓઈલ પણ સોજા દુર કરવા માટેનો ઉત્તમ ઉપાય છે.
તેના માટે ઓલિવ ઓઈલમાં 3 કળી લસણની શેકી લેવી અને પછી લસણને અલગ કરી આ તેલથી પગમાં માલિશ કરવી. આ રીતે દિવસમાં 2થી 3 વખત માલિશ કરવી જરરી છે. તેનાથી પગના સોજા ઉતરે છે.
જ્યારે શરીરમાં સોડીયમનું પ્રમાણ વધી જાય છે ત્યારે પણ સોજા આવી જાય છે. તેથી આ રીતે આવેલા સોજાને દુર કરવા માટે આદુની ચા બનાવીને પીવી. અથવા તો આદુનો રસ પીવો. આદુના તેલથી પગના તળીયે માલિશ કરવાથી પણ સોજામાં રાહત થાય છે.