દોસ્તો સામાન્ય રીતે સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે વિવિધ પ્રકારના મસાલાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને લોકો તેનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ માણી શકતા હોય છે. જોકે આ બધા જ મસાલા આપણા સ્વાસ્થ્ય માટે પણ દવાની જેમ કામ કરે છે અને તેને પોતાના ભોજનમાં સામેલ કરીને તમે હંમેશા માટે સ્વસ્થ રહી શકો છો.
આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને અળસી, અજમો અને જીરું નું સેવન કરવાથી કઈ કઈ બિમારીઓથી રાહત મેળવી શકાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે લોકો પેટ સાથે જોડાયેલી બીમારીઓનો સામનો કરી રહ્યા છે અથવા તો તેમનું વજન ઓછું કરવું છે તો તેઓ આ ત્રણે મસાલાઓનું સેવન એક સાથે કરી શકે છે. હકીકતમાં અળસીના બીજ ની તાસીર ગરમ હોય છે અને તેનું શિયાળામાં સેવન કરવું ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.
અળસી ના બીજમાં ઓમેગા-૩ ફેટી-એસિડ્સ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે આપણા શરીરની વિવિધ પ્રકારની બીમારીઓથી રાહત આપવાનું કામ કરે છે.
જો આપને અજમા વિશે વાત કરીએ તો અજમાનું સેવન પરાઠા અથવા શાકભાજીમાં ઉમેરીને કરવામાં આવતું હોય છે અને અજમો પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ થી છુટકારો આપવાનું કામ કરે છે. અજમામાં નિયાસિન, થાયમિન, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે આપણા શરીરની સાફ સફાઈ કરવા માટે કામ કરે છે.
જીરું નો ઉપયોગ સામાન્ય રીતે દરેક પ્રકારના ભોજન બનાવવા માટે કરવામાં આવતો હોય છે. તેની પણ તાસીર ખૂબ જ ગરમ હોય છે. જીરુમાં મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ અને ફોસ્ફરસ મળી આવે છે.
જેથી કરીને આપણે તેનો ઉપયોગ કરીને વિવિધ રોગોથી રાહત મેળવી શકીએ છીએ અને શરીરમાં પોષક તત્વોની કમીથી પણ છુટકારો મેળવી શકીએ છીએ. જે આપણા શરીરના રોગો દૂર કરવા માટે કામ કરે છે.
જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે તેઓના માટે આ ત્રણેય નો પાવડર બનાવીને સેવન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. હકીકતમાં તેનો પાવડર બનાવી મિક્સ કરી ખાવાથી મેદસ્વિતાની સમસ્યા દૂર કરી શકાય છે અને વારંવાર ભૂખ પણ લાગતી નથી.
આ ત્રણેય મસાલાનો પાવડર આપણા પેટ માટે દવાની જેમ કામ કરે છે. જો તમે આ ત્રણેય મસાલાઓને મિક્ષ કરીને તેનું સેવન કરો છો તો આપણી પાચન પ્રણાલી માં સુધારો કરી શકાય છે. જેથી કરીને પેટ સાથે જોડાયેલા રોગો જેમ કે ગેસ, કબજિયાત, અપચો, એસિડિટી વગેરેથી રાહત મળે છે.
જો તમે રાતે સૂતી વખતે આ પાવડર નું સેવન કરી લો છો તો તમારા પેટ નો કચરો આસાનીથી બહાર નીકળી જાય છે અને શરીરમાં કોઈપણ પ્રકારની ગંદકી રહેતી નથી. જેથી કરીને તમારા ચહેરા ઉપર એક અલગ જ ગ્લો જોવા મળે છે અને કબજીયાત થી રાહત મળે છે.
અળસી, અજમો અને જીરાનું સેવન મિક્સ કરીને કરવામાં આવે તો તેની અસર આપણી ત્વચા ઉપર જોવા મળે છે. હકીકતમાં તેની પ્રકૃતિ પિત્ત પ્રકારની હોય છે. જેના લીધે તેનું સેવન કરવાથી આપણી ત્વચા એકદમ સ્વસ્થ અને ચમકદાર બની શકે છે.
આ ત્રણેય મસાલાઓનું સેવન કરવાથી હૃદય પણ સ્વસ્થ રહી શકે છે. જે લોકો ડાયાબિટિસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે પણ તે લાભકારી માનવામાં આવે છે. જે મહિલાઓને માસિક ધર્મની સમસ્યા રહેતી હોય તેવી મહિલાઓ પણ આ ચૂર્ણનું સેવન કરી શકે છે પરંતુ યાદ રાખો કે જો તમે કોઈ બીમારીથી પરેશાન કરી રહી છે તો તમારે ડોકટરનો સંપર્ક કર્યા પછી જ આ ચૂર્ણનું સેવન કરવું જોઈએ.
આ ત્રણેયનું ચૂર્ણ બનાવવા માટે તમારે સૌથી પહેલા અળસી, જીરૂ અને અજમો લઇને અલગ-અલગ તવા પર શેકી લેવું જોઇએ અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને મિક્સરમાં મિક્સ કરીને બારીક પાઉડર બનાવી લેવો જોઈએ અને ત્યારબાદ તેનું સેવન કરવું જોઈએ.