દોસ્તો ખાવાપીવાની ખરાબ આદતોને કારણે આપણા શરીરમાં વિવિધ પ્રકારની બીમારીઓ થવાનો ભય રહેતો હોય છે. વળી રોજબરોજ ખાવામાં આવતી કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેનાથી આપણું લોહી ખરાબ થાય છે અને સંક્રમણ બીમારીઓ થવાનો ભય રહેતો હોય છે.
એક માન્યતા પ્રમાણે લોહીમાં ગંદકી જમા થવાથી બ્લડ પ્રેશર વધવાનો થવાનો ભય રહેતો હોય છે. તેથી સમય સાથે આ બધી વસ્તુઓ વિશે જાણકારી મેળવી લેવી ખૂબ જરૂરી બની જાય છે.
જે લોકોને લોહી ઇન્ફેક્શન ની સમસ્યાનો સામનો કરવો પડે છે તેમને ઠંડી લાગવી, તાવ આવવો, કમજોરી થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, હદયના ધબકારા વધી જવા વગેરે જેવા સંકેતો દેખાવા મળે છે.
જો તમને પણ આ પ્રકારના સંકેતો દેખાવા મળે છે તો તમારે સમજવું જોઈએ કે તમારા લોહીમાં ઇન્ફેક્શન થવાની શરૂઆત થઇ ગઇ છે. જોકે જ્યારે તમે આ ખાવા-પીવાની આદતોમાં સુધારો કરી લો છો તો તમારે બ્લડ ઇન્ફેક્શન ની સમસ્યાનો સામનો કરવો પડતો નથી સાથે સાથે અન્ય પ્રકારની બીમારીઓ થવાનો પણ ભય રહેતો નથી.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા શરીર માટે નુકસાનકારક બની શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ વસ્તુઓ કઈ-કઈ છે.
સામાન્ય રીતે માખણ નો ઉપયોગ છાશ બનાવવા બનાવવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ તેમાં ફેટ અને સોડિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે લોહી અને હૃદય સંબંધી બીમારીઓ થવાનું જોખમ વધારે છે. વળી તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ પણ વધી જતું હોય છે.
એક રિપોર્ટ અનુસાર ડેરી ઉત્પાદકોમાં ફેટની માત્રા સૌથી વધારે હોય છે. જેના લીધે તેનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થવાનો ભય રહેતો હોય છે. વળી તે લોહીને પણ પ્રભાવિત કરી શકે છે. તેથી તમારે હંમેશા મર્યાદિત માત્રામાં ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ કરવો જોઈએ.
મીઠાનું સેવન કરવાથી પણ હાઇબ્લડપ્રેશર થવાની સંભાવના વધી જાય છે. હકીકતમાં તેનું વધુ સેવન કરવાથી લોહી સાથે જોડાયેલા રોગો થવાનો ભય રહેતો હોય છે. મીઠું શરીરમાં પાણી વધારવા માટે કામ કરે છે, જેથી લોહીની નસો પર દબાણ આવે છે. જે હૃદય રોગનું કારણ બની શકે છે. તેથી હંમેશા મીઠાનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ.
એક રિપોર્ટ અનુસાર ખાંડ નું પણ વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીર માટે નુકસાનકારક બની શકે છે. તેનાથી શરીરમાં વિવિધ પ્રકારના રોગો થાય છે. જ્યારે આપણે વધુ પ્રમાણમાં ખાંડ નું સેવન કરીએ છીએ ત્યારે રક્તવાહિનીઓને નુકસાન થાય છે. જે હૃદયરોગ, કિડની રોગ અને હાર્ટ સ્ટ્રોક જેવી બીમારીઓને આમંત્રણ આપે છે. તેથી હંમેશા ખાંડને યોગ્ય માત્રામાં ખાવી જોઈએ.
આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકો મેદામાંથી બનાવેલી વસ્તુ સેવન કરતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી બ્લડ શુગર વધે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક બની શકે છે. તેથી મેદાથી બનેલી ચીજવસ્તુઓનું હંમેશા યોગ્ય માત્રામાં સેવન કરવું જરૂરી બની જાય છે.