ઉનાળામાં ગરમી પડવાની શરૂઆત થાય એટલે લોકોને પેશાબ સંબંધી સમસ્યા થવા લાગે છે. ઉનાળામાં જો પાણી પીવા ને લઈને થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો ઉનવા થઈ જાય છે. આ સમસ્યાને લોકો ધ્યાને લેતા નથી પરંતુ ઉનવા થવા પાછળ કેટલાક ગંભીર કારણ જવાબદાર હોઈ શકે છે.
પેશાબના માર્ગમાં સંક્રમણ થયું હોય, કિડનીની પથરી હોય, ડીહાઈડ્રેસન હોય ત્યારે આ સમસ્યા થઈ શકે છે. સાથે જ મસાલાવાળું કે ગરમ તાસીરની વસ્તુઓ ખાધી હોય ત્યારે પણ ઊડવાની તકલીફ થાય છે.
ઉમાની તકલીફ થી રાહત મેળવવા માટે વિટામીન સી યુક્ત ફળ ખાવા જોઈએ. વિટામીન સી શરીરમાંથી બેક્ટેરિયાનો નાશ કરે છે. વિટામીન સી યુક્ત વસ્તુઓ ખાવાથી મૂત્ર દ્વારા ઇન્ફેક્શન ઉત્પન્ન કરતા બેક્ટેરિયા બહાર નીકળી જાય છે. ઉનવા થયો હોય તો આમળા ખાવાથી પણ લાભ થાય છે.
આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે એક ચમચી બેકિંગ સોડા ને એક ગ્લાસ પાણી ઉમેરીને પી જવું. આ ઉપાય કરવાથી એસિડિટી સાથે પેશાબની થેલી તકલીફો પણ દૂર થાય છે.
આ સિવાય રાત્રે સુતા પહેલા દસ ગ્રામ ધાણાને પાણીમાં પલાળી દેવા. આ પાણીને ગાળીને પી જવાથી ઉનવા માટે છે. નિયમિત રીતે દાડમ ખાવાથી કે તેનો રસ પીવાથી પણ પેશાબની બળતરા મટે છે.
પેશાબની જગ્યાએ દુખાવો કે બળતરા થતી હોય તો પાંચથી સાત બદામને, એલચી અને સાકર સાથે વાટીને પાણી સાથે પી જવું. તેનાથી પેશાબ ની બળતરા તુરંત મટે છે.
નાળિયેરનું પાણી ખાલી પેટે પીવાથી પણ પેશાબના રોગ મટે છે. નાળીયેરનું પાણી પીવાથી મૂત્ર ત્યાગ કરતી વખતે થતી બળતરા થી મુક્તિ મળે છે.
ભોજનમાં દહીં અને છાશ નો સમાવેશ કરવો જોઈએ. દહી અને છાશમાં એવા બેક્ટેરિયા હોય છે જે શરીરના હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે.
પેશાબ અટકી અટકીને આવતો હોય તો તાજી બનાવેલી છાશમાં ગોળ મેળવીને પીવાથી લાભ થાય છે. અનાનસનું સેવન કરવાથી પણ પેશાબમાં થતી બળતરા અને પેશાબના ભાગે આવતી ખંજવાળથી રાહત થાય છે.
પાણી માલ લવિંગ ઉકાળીને આ પાણી પીવાથી પણ ઉનવા મટે છે. સાકર અને જીરું ને સમાન માત્રામાં લઈને બરાબર વાટીને દિવસમાં બેથી ત્રણ વખત ખાવાથી પેશાબ સંબંધી સમસ્યાથી મુક્તિ મળે છે.