દોસ્તો આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકોને હાથ-પગના દુખાવાની સમસ્યા પરેશાન કરતી હોય છે અને આમાં પણ ઘુંટણના દુખાવાની સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે.
આ દુખાવાની સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ આસાનીથી જોવા મળતી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને ઘૂંટણનો દુખાવો શરૂ થાય છે ત્યારે તે ખૂબ જ અસહ્ય હોય છે અને તેને ચાલવા બેસવામાં પણ તકલીફ પડતી હોય છે.
ઘૂંટણનો દુખાવો અમુક લોકોને તો ઘણા દિવસો સુધી હેરાન પરેશાન કરતો હોય છે. જો તમે આ પ્રકારના દુખાવાથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે કેટલાક ઉપાય કરવા જોઈએ.
હકીકતમાં ઘૂંટણના દુખાવા ને દુર કરવા માટે આપણા રસોડામાં એવી ઘણી ઔષધીઓ રહેલી છે જેનો ઉપયોગ કરીને આપણે આ પ્રકારની બીમારીઓથી આસાનીથી છુટકારો મેળવી શકીએ છીએ.
આ જ ક્રમમાં આજે અમે તમને એરંડા ના તેલ નો ઉપયોગ કરીને ઘૂંટણના દુખાવા ને કેવી રીતે દૂર કરી શકાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હકીકતમાં એરંડાના તેલમાં એન્ટી-બેક્ટીરિયા અને એન્ટી-ફંગલ ગુણધર્મો મળી આવે છે, જેથી કરીને એના તેને જ્યારે ઘૂંટણ ઉપર લગાવવામાં આવે છે ત્યારે પીઠનો દુખાવો, સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો વગેરેથી છુટકારો મળી શકે છે. વળી આ તેલનો નો ઉપયોગ કર્યા પછી તમારે કોઈપણ પ્રકારની દવાઓ ખાવાની પણ જરૂર પડતી નથી.
એક અહેવાલ અનુસાર એરંડાના તેલની મદદથી સાંધાનો દુખાવો, હાથ પગનો દુખાવો, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો વગેરેથી છુટકારો મેળવી શકાય છે. આ માટે તમારે થોડુક એરંડા તેલને ગરમ કરી લેવું જોઇએ અને તેને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાનું શરૂ કરી દેવું જોઈએ.
ત્યાર બાદ તે અડધો કલાક સુધી લગાવેલું રાખવું જોઈએ અને પછી પગને સાફ કરી લેવો જોઈએ. આ સિવાય તમે ગરમ પાણીમાં પણ થોડું એરંડા તેલ ઉમેરીને તેમાં એક રૂમાલ નીચોવી પગ ઉપર રાખી શકો છો, જેનાથી દુખાવામાં આરામ મળી શકે છે.
જે લોકોની સંધિવાની સમસ્યા હેરાન કરી રહી હોય તેમના માટે પણ એરંડા તેલ ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે. આ માટે તમારે આ તેલના થોડાક ટીપા લઈને સંધિવા ની સમસ્યા થઈ રહી હોય ત્યાં લગાવવાની શરૂઆત કરી દેવી જોઈએ અને થોડીક માલિશ કરવી જોઈએ. આ ઉપાય કરવાથી માસપેશીઓના એકદમ મજબૂત બને છે અને દુખાવાથી છુટકારો મળી શકે છે.
જો તમને કબજિયાતની સમસ્યા પરેશાન કરી રહી હોય તો પણ તમે એરંડાના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ગરમ પાણી અથવા ગરમ દૂધમાં તેને ઉમેરી લેવું જોઇએ અને તેનું સેવન કરવું જોઇએ.
આ ઉપાય કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. તમે એરંડાના તેલનો ઉપયોગ કરીને પોતાના વાળને લાંબા, જાડા અને ચમકદાર બનાવી શકો છો. જે લોકોને વાળમાં ખોડો થવાની સમસ્યા રહેતી હોય તેવા લોકો પણ વાળમાં એરંડાના તેલ નો ઉપયોગ કરી શકે છે.