આ વસ્તુના 2 ટીપાંથી જ સાંધાનો દુખાવો ગાયબ થઈ જશે

 

દોસ્તો જ્યોતિષ્મતી એક આયુર્વેદિક ઔષધી છે, જેના ફળ, ફૂલ, પાંદડા અને તેલ બધી જ વસ્તુઓનો ઉપયોગ શરીરની બીમારી દૂર કરવા માટે કરવામાં આવે છે. જે લોકો આ બીજ માંથી બનાવેલા તેલનો ઉપયોગ કરે છે તેઓને આંખોની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

વળી ફેફસામાં સોજો આવવો, પેટની સમસ્યા થવી, પેશાબમાં તકલીફ થવી વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદિક નિષ્ણાત લોકોની સલાહ અનુસાર જ્યોતિષ્મતી તેલનો ઉપયોગ કરવાથી શરીરને ઘણા બધા લાભ થઈ શકે છે.

વળી તેનું સેવન કરવાથી આંખોની સમસ્યા થી લઈને પેશાબ સાથે જોડાયેલી સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને જ્યોતિષ્મતી તેલનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

જો તમને પેશાબ સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે તો તમે જ્યોતિષ્મતી નો ઉપયોગ કરી શકો છો. દરરોજ જ્યોતિષમતી તેલનો ઉપયોગ કરવાથી પેશાબ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે 1થી 2 ગ્લાસ લસ્સી માં બે થી ત્રણ તેલના ટીપાં ઉમેરી દેવા જોઈએ અને દરરોજ બપોરે તેનું સેવન કરવું જોઈએ.

જે લોકોને હાડકા સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે તેવા લોકો પણ આ ઔષધીનો ઉપયોગ કરી શકે છે. હકીકતમાં સાંધાની સમસ્યાને દૂર કરવા માટે આ તેલનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ઘણા અંશ સુધી સાંધાના દુખાવામાં આરામ મળી શકે છે. આ માટે તમારે દરરોજ જ્યોતિષમતી તેલ ની મદદથી સાંધાના દુખાવા ની માલિશ કરવી જોઈએ.

જો તમે ચામડી સંબંધી કોઈ સમસ્યા થઈ રહી છે તો પણ તમે આ તેલનો ઉપયોગ આસાનીથી કરી શકો છો. જેનાથી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ માટે તમારે એકદમ શુદ્ધ પાણીમાં જ્યોતિષમતી તેલ ને ઉમેરી દેવું જોઈએ અને તેને થોડું હળવું ગરમ કરી લેવું જોઈએ. ત્યારબાદ તેની અસરગ્રસ્ત જગ્યાએ માલિશ કરવાથી ત્વચા સંબંધી સમસ્યાઓ થી છુટકારો મળી શકે છે.

જો તમને અચાનક તાવ આવી ગયો છે અને તમે દવાઓ લીધા વગર તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો પણ તમે જ્યોતિષમતી તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે તમારે જ્યોતિષમતી તેલના 1 થી 2 ટીપાં નાકમાં નાખી દેવા જોઈએ. જેનાથી તાવ આવવાની સમસ્યા દૂર થઈ જાય છે.

જો તમને શરીરના કોઈ અંગ પર ખંજવાળ આવી રહી હોય અને તેનાથી છૂટકારો મેળવવો હોય તો પણ તમે જ્યોતિષમતી તેલનો ઉપયોગ કરી શકો છો. દરરોજ ખંજવાળ આવતી હોય તે જગ્યાએ જ્યોતિષમતી તેલ લગાવવામાં આવે તો તેનાથી ખંજવાળ આવવાની સમસ્યામાં છુટકારો મળે છે.

જો તમે આંખની આજુબાજુના ભાગ ઉપર જ્યોતિષમતી તેલથી માલિશ કરો છો તો પણ તમે આંખનું તેજ વધારી શકો છો અને ચશ્માની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

જો તમે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા હોવ તો પણ તમે જ્યોતિષમતી તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે જ્યોતિષ માંથી તેલ 1 થી 2 ટીપાં લઈને લસ્સી માં ઉમેરી લેવું જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ. જેનાથી પાચન ક્રિયા એકદમ મજબૂત બની શકે છે.

Leave a Comment