મણકા, પીઠ, કમર અને ગાદી ખસી જવાની સમસ્યામાં ઓપરેશન અને મોંઘી ટ્રીટમેન્ટ વિના મુક્તિ

જીવનશૈલીના કારણે 80 ટકા કેસમાં નાની ઉંમરમાં લોકોને કમરમાં દુખાવો, પીઠનો દુખાવો, મણકાની સમસ્યા થવા લાગે છે. ઘણા લોકોને પીઠના નીચલા ભાગમાં અસહ્ય પીડા થાય છે.

મણકામાં થતો આ દુખાવો બેઠાળુ જીવનશૈલી, કલાકો સુધી બેસી રહેવું, વધારે વજન વગેરે કારણોથી થાય છે. તેવામાં આ પ્રકારના દુખાવાને કેટલાક ઘરેલું ઈલાજ કરીને દુર કરી શકાય છે.

ચાલો તમને જણાવીએ પીઠના દુખાવાને દુર કરવાના ઘરેલું ઈલાજ કયા કયા છે. આ ઈલાજ કરવામાં તમારે એક પણ રુપિયાનો ખર્ચ થશે નહીં અને ઓપરેશન અને મોંઘી ટ્રીટમેન્ટ વિના દુખાવા મટી જશે.

પીઠની સમસ્યા દૈનિક જીવનને પડકાર સમાન બનાવે છે. તેનાથી ચાલવું, બેસવું, ઊભા રહેવું બધું જ પડકારજનક થઈ જાય છે. આ સમસ્યા હોય તો તેને દુર કરવા માટે ચાલવાનું શરુ કરો, વ્યાયામ કરો. આ સિવાય અહીં દર્શાવેલા કેટલાક ઉપાય પણ આ સમસ્યાથી તમને મુક્ત કરી શકે છે.

કસરત કરવાથી આ સમસ્યા દુર થાય છે. કસરત કરવાથી સ્નાયૂમાંથી એન્ડોર્ફિન્સ નામનું તત્વ નીકળે છે જે મગજને સંકેત મોકલે છે અને તે પેઈનકીલર્સ જેવું કામ કરે છે જેને પીઠને લગતી કોઈપણ બીમારી હોય તો તેણે નિયમિત કસરત કરવી જોઈએ. જેમાં સ્ટ્રેચિંગ પણ કરી શકાય છે. આ કસરત સ્નાયૂને મજબૂત બનાવે છે.

આ સિવાય દુખાવાથી રાહત માટે તમે ઠંડા કે ગરમ પાણીથી શેક પણ કરી શકો છો તેના માટે ગરમ પાણીની કોથળીથી દુખતા અંગ પર શેક કરવો. અથવા તો આઈસ પેકથી પણ આ કામ કરી શકાય છે.

જ્યારે અચાનક તીવ્ર પીડા થાય ત્યારે બરફના ટુકડા કે આઈસ પેકને નેપકીનમાં રાખી અને પીઠના નીચેના ભાગ પર રાખી દો. તેનાથી પીડા તુરંત દુર થાય છે. 20 મિનિટ સુધી તમે આ રીતે શેક કરી શકો છો.

જ્યારે મણકામાં દુખાવો થાય ત્યારે 30 સેકન્ડ સુધી સ્ટ્રેચિંગ કરવાથી પણ લાભ થાય છે. તેના માટે પહેલા ટટ્ટાર ઊભા રહેવું ત્યારબાદ ધીરે ધીરે વાંકા વળી અને પગના અંગૂઠાને હાથથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. આ રીતે કસરત કરવાથી આરામ મળે છે.

પગનો કે ગાદીનો દુખાવો હોય ત્યારે ટાઈટ ચપ્પલ, હીલ વાળા સેન્ડલ ન પહેરવા. આ સિવાય એવું કોઈ કામ ન કરવું જેનાથી સ્નાયૂ ખેંચાય. આ સ્થિતિમાં આવા કામ સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. કામ કરતાં કરતાં પણ થોડીવાર ઊભા થવું અને ચાલવાનું રાખવું. એકધારું બેસી રહેવું નહીં.

Leave a Comment