દોસ્તો આજની અસ્ત-વ્યસ્ત જીવનશૈલી અને ખરાબ ખાણી-પીણીની આદતોને લીધે વાળ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. વળી બજારમાં મળી આવતા હેર પ્રોડક્ટ્સ પણ લાંબા સમય સુધી અસર કરી શકતા નથી અને તેનાથી આડઅસર નો સામનો કરવો પડે છે.
આવી સ્થિતિમાં વાળને કુદરતી રીતે કાળા કરવા માટે ઘરેલુ ઉપાય ખૂબ જ ઉત્તમ સાબિત થઇ શકે છે અને આજે અમે તમને આવા જ એક ઘરેલૂ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
આ ઉપાય આંબલીના પાન સાથે સંબંધિત છે. જેનાથી તમે પોતાના વાળ નો ગ્રોથ ખૂબ જ સારો વધારી શકો છો સાથે સાથે વાળમાં ખોડો થવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો.
તો ચાલો આપણે આંબલીના પાન નો ઉપયોગ વાળ માટે કેવી રીતે કરવો જોઈએ, તેના વિશે વાત કરીએ. તમારે આંબલીના પાન નો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તેનું પાણી બનાવવું જોઈએ. જેમાં આંબલીના પાન અને 5 ગ્લાસ પાણી ની જરૂર પડશે.
આ માટે સૌથી પહેલા પાણીની સરસ રીતે ઉકાળી લો. ત્યારબાદ તેમાં આંબલીના પાનને ઉમેરી દો. હવે જ્યારે પાણી ઠંડુ થવા લાગે ત્યારે તેને તેનાથી વાળ ધોઈ નાખો. જેનાથી વાળમાં ખોડો થવાની સમસ્યા દૂર થઈ જશે.
જો તમને વાળ ખરવાની સમસ્યા થઈ રહી હોય તો તમારે આંબલીના પાન નો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી વાળની મજબૂતી મળે છે. આ માટે સૌથી પહેલા આંબલીના પાનને પીસી લો.
ત્યારબાદ તેમાં થોડું દહીં ઉમેરી લો અને તેને પોતાના વાળ ઉપર પોસ્ટ સ્વરૂપે લગાવો. ત્યારબાદ તેને થોડીકવાર માટે મસાજ કરો અને ગરમ રૂમાલને તેના પર 15 મિનિટ સુધી લપેટી દો.
હવે સાદા પાણીથી વાળને સાફ કરી લો. જેનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે. હકીકતમાં આમલીના પાનમાં એન્ટી ગુણો મળી આવે છે, જે વાળ ખરવાની સમસ્યાને દૂર કરે છે અને વાળને અંદરથી એકદમ મજબૂત બનાવે છે.
આંબલીના પાન નો ઉપયોગ કરવાથી સફેદ વાળની સમસ્યાથી પણ રાહત મેળવી શકાય છે. હકીકતમાં તેમાં કુદરતી એજન્ટ મળી આવે છે, જે સફેદ વાળની સમસ્યા દૂર કરે છે સાથે સાથે વાળની ચમક આપવામાં પણ મદદ કરે છે.
આંબલીના પાનમાં મળી આવતા પોષક તત્વો વાળની ચમકને જાળવી રાખે છે. આ માટે તમારે સૌથી પહેલા આંબલીના પાનનો રસ કાઢી તેમાં થોડું મધ મેળવી લેવું જોઇએ અને તેને તમારા વાળમાં માસ્ક સ્વરૂપે લગાવવું જોઈએ.
ત્યારબાદ શુદ્ધ પાણીથી વાળને ધોઈ નાખવા જોઈએ. આમ કરવાથી વાળની ચમક જળવાઈ રહે છે અને વાળ સુંદર બને છે. આંબલીના પાન માં ફ્લેવેનોઇડ્સ અને પોલિફેનોલ્સ મળી આવે છે.
જે વાળની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. જેનાથી વાળ વાંકડિયા માંથી સીધા થઈ જાય છે અને તેને સીધા બનાવવા માંગે છે. આવા લોકોએ તો આંબલીના પાન નો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.
આ માટે સૌથી પહેલા આંબલીના પાણીમાં ચોખાનું પાણી ઉમેરી લો અને તેને વાળ ઉપર લગાવો. જેનાથી તમારા વાળ એકદમ સીધા થઈ જશે. આંબલીના પાન નો ઉપયોગ કરવાથી વાળની ચમક પણ વધે છે અને વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.