જ્યારે અતિશય કબજિયાત રહેતી હોય છે ત્યારે હરસ મસા થવાની શક્યતા વધી જાય છે. હરસ ની તકલીફ થઈ જાય તો દર્દીને ખૂબ જ પીડા થાય છે. આ સમસ્યામાં મળમાર્ગમાં ચીરા પડી જાય છે. સાથે ગુદા માં મસા થઈ જાય છે.
જેના કારણે મળત્યાગ કરતી વખતે ખૂબ જ તકલીફ પડે છે. હરસ-મસાની તકલીફને દૂર કરવા માટે લોકો અનેક દવાઓ કરતા હોય છે. પરંતુ આજે તમને હરસ-મસાને જડમૂળથી મટાડી દે તેવો અસરકારક ઇલાજ જણાવીએ.
ઈલાજ કરવા માટે તમારે કોઇ પણ દવા કે બહારથી વસ્તુ લેવાની જરૂર નથી. એક ગ્લાસ દૂધ થી તમારું કામ થઈ જશે. હરસ મસા ને પંદર જ દિવસમાં નાબૂદ કરવા હોય તો રોજ એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી દિવેલ ઉમેરી ને રાત્રે પી જવું.
દિવેલ ઉમેરેલું દૂધ પીવાની સાથે પાકા કોઠાના ગર્ભમાં ગોળ ઉમેરી ને સવારે લેવાથી પણ હરસ નાબૂદ થાય છે.
હરસના દર્દીએ દિવસ દરમિયાન તાજા નાળિયેરનું પાણી પીવાની સાથે સુકુ અથવા લીલું કોપરું પણ ખાવું જોઈએ. નિયમિત રીતે દિવસમાં બે વખત નાળીયેરનું પાણી પીવાથી દવા વિના હરસ મટી જાય છે.
કડવા લીમડાના કુણા પાન નો રસ કરીને પાંચ દિવસ પીવાથી કષ્ટદાયક મસાની પીડામાંથી મુક્તિ મળે છે. મસા ઉપર લીમડાનું તેલ લગાડવાથી પણ લાભ થાય છે.
જો મસામાંથી લોહી પડતું હોય તો જીરુ નો લેપ કરવાથી લાભ થાય છે. આ સાથે જ રોજ ઘી, સાકર અને જીરૂ ખાવાના પણ જોઈએ. જ્યારે મસાની તકલીફ વધી ગઈ હોય ત્યારે ગરમ પડે તેવો આહાર લેવાનું બંધ કરી દેવું.
હરસમાં પડતું લોહી બંધ કરવા માટે ઘી અને તલને સરખા ભાગે લઈ તેમાં થોડી સાકર ઉમેરીને ખાવું. આ વસ્તુનો ઉપયોગ દિવસમાં ચારેક વખત કરવો. તેનાથી હરસની તકલીફ દૂર થાય છે.
હરસને મટાડવા હોય તો દરરોજ દર બે કલાકે કાચી વરિયાળી ખૂબ જ ચાવીને ખાવી. આ સાથે જ કાળા તલ ખાઈને પાણી પીવાથી પણ લોહી દુઝતા હરસ નાશ પામે છે. તેનું સેવન કરવાથી દાંત પણ મજબૂત બને છે.
શેકેલું જીરું, મરી અને સિંધવનું ચૂર્ણ સાથે લેવાથી હરસ મટે છે. હળદરના ગાંઠિયાને શેકી તેનો પાવડર કરી લેવો. આ પાઉડરમાં કુંવારનો ગર્ભ ઉમેરીને સાત દિવસ સુધી ખાશો તો હરસમાં ફાયદો થશે.