દોસ્તો આજના આ વિશેષ લેખમાં અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું સેવન કરવાથી આપણા શરીરમાં કબજીયાત અને ગેસની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
જોકે મોટાભાગના લોકો જાણકારી અભાવના કારણે તેનું સેવન કરતા હોય છે અને પાછળ જતા પેટ સંબંધી સમસ્યાઓનો સામનો કરે છે. તો ચાલો આપણે જાણીએ છીએ એવી કઈ વસ્તુઓ છે કે જેનું સેવન કરવાથી પેટ ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે.
આજના સમયમાં મોટાભાગના લોકોને ચા પીવાની આદત પડી ગઈ હોય છે પરંતુ શું તમે જાણો છો કે વધુ પ્રમાણમાં ચાનું સેવન કરવાથી ગેસ થવાની સમસ્યા થઈ શકે છે. જો તમે ખાલી પેટે ચા પીવાનું શરૂ કરી દો છો તો તમને ગેસની સમસ્યા થઈ શકે છે. વળી જે લોકોને વારંવાર ગેસ થવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તેવા લોકોએ વધુ પ્રમાણમાં ચા પીવાની આદત રાખવી જોઈએ નહીં.
જે લોકો છોલે પુરી અથવા છોલે ભટુરે ખાય છે તેવા લોકોને પણ ગેસ થવાની સંભાવના વધી જાય છે. જે લોકોનું પાચન તંત્ર ધીમે ધીમે કામ કરે છે તેવા લોકોએ છોલે ખાવા જોઈએ નહીં. કારણ કે તેનું સેવન કરવાથી કબજિયાત થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે.
તમને જણાવી દઈએ કે અરબી એ ખૂબ જ સ્વાદિષ્ટ શાકભાજી છે. જેનાથી ઘણા પકવાન બનાવીને ખાઈ શકાય છે પરંતુ તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પેટમાં ગેસ બનવાની સમસ્યા વધી શકે છે. તેથી જે લોકોને ગેસ થવાની સમસ્યા રહેતી હોય તેવા લોકો એ અરબી શાકભાજી ખાવાની આદત પાડવી જોઈએ નહીં. વળી તેની પ્રકૃતિ વાયુવર્ધક હોય છે જેનાથી કબજિયાત જવાનો પણ ભય રહેતો હોય છે.
રાજમા નો સ્વાદ દરેક વ્યક્તિને પસંદ આવતા હોય છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પેટમાં ગેસ બની શકે છે. તેથી જે લોકોને પેટમાં ગેસ બનવાની સમસ્યા હેરાન કરતી હોય તેવા લોકોએ રાજમાનું સેવન વધુ પ્રમાણમાં કરવું જોઈએ નહીં. હકીકતમાં તેનું સેવન કરવાથી શરીરમાં વાયુવર્ધક અસરો થવા લાગે છે અને ગેસ થવાની સમસ્યા હેરાન કરે છે.
શિયાળામાં ઘણા લોકોને ફુલાવર અને શિમલા મરચા ની શાકભાજી ખૂબ પસંદ આવતી હોય છે પરંતુ તેઓ તેને આસાનીથી પચાવી શકતા નથી. તેથી આવા લોકોએ ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી તમારે પણ શિયાળાની ઋતુમાં ફુલાવર અને શિમલા મરચા ખાવાની આદત છોડવી જોઈએ.
તમને જાણીને આશ્ચર્ય થશે કે જે લોકો વધુ પ્રમાણમાં સલાડ નું સેવન કરે છે તેવા લોકોને પણ ગેસ ની સમસ્યા હેરાન કરે છે. હકીકતમાં સલાડ એક ગેસ્ટ્રીક વસ્તુ છે એનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો પણ ગેસની પેટની સમસ્યાઓ વધી શકે છે.
દૂધ અને બ્રેડ ના સેવનથી પણ ગેસની સમસ્યા વધવાના ચાન્સ વધારે છે. જો તમે અગાઉથી જ ગેસની સમસ્યા હેરાન કરી રહી હોય તો તમારે દૂધ સાથે બ્રેડ નું સેવન કરવું જોઇએ નહીં. જો તમે ઈચ્છો તો છાશ અને જીરૂ પાઉડર મિક્સ કરીને પી શકો છો, જેનાથી ગેસની સમસ્યામાં આરામ મળી શકે છે.