દોસ્તો આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકોને ડાયાબિટીસ ની સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા થાય છે ત્યારે તેને પોતાના ખાવા-પીવા ઉપર વિશેષ કાળજી લેવી પડે છે.
આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો.
ડાયાબિટીસની સમસ્યા જ્યારે કોઈ વ્યક્તિ ને હેરાન કરે છે ત્યારે શરીરમાં બ્લડ શુગર લેવલ વધવા લાગે છે અને આ બીમારી એક એવી બીમારી છે જેને જડમૂળમાંથી દૂર કરી શકાતી નથી.
ડાયાબિટીસ સામાન્ય રીતે બે પ્રકારની હોય છે. જેમાં પહેલી ટાઇપ વન ડાયાબિટીસ અને બીજી ટાઇપ ટુ ડાયાબિટીસ… ટાઇપ વન માં ઇન્સ્યુલીન નું ઉત્પાદન સાવ થતું નથી અને ટાઇપ ટુ ડાયાબિટીસમાં ઓછી માત્રામાં ઇન્સ્યુલીન નું ઉત્પાદન થાય છે. જો તમે પણ આ બીમારીથી સમયસર મુક્તિ મેળવવા માંગો છો તો આજના આ લેખને અંત સુધી વાંચજો.
એક રિસર્ચ અનુસાર ડુંગળીમાં ડાયાબિટીસના દર્દીઓને આરામ આપવાના ગુણો હોય છે, જેનાથી ટાઈપ અને ટાઇપ ટુ ડાયાબિટીસના કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જોકે નિષ્ણાત લોકો કહે છે કે ડુંગળીને ડાયેટમાં સમાવેશ કરવાથી ડાયાબિટીસથી આરામ મળે છે પરંતુ તમારે વધારે માત્રામાં ડુંગળી ખાવાનું શરૂ કરી દેવી જોઈએ નહીં.
એક અન્ય રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ટાઈપ ટૂ ડાયાબિટીસ વાળા લોકોને મસલ્સ બનાવનારા સપ્લિમેન્ટ મદદ કરી શકે છે. વળી એક અન્ય રિસર્ચ અનુસાર ભોજન કરતાં પહેલાં થોડી માત્રામાં વ્હે પ્રોટીન લેવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે.
ડોક્ટરે આગળ કહ્યું કે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે તેથી ફૂડ સપ્લીમેન્ટ ની તપાસ કરવી ખૂબ જ આવશ્યક બની જાય છે. તેઓએ કહ્યું કે વ્હે પ્રોટીન લેવું ખૂબ જ આસાન છે, તેને ભોજન કરતા પહેલા સરળતાથી લઈ શકાય છે. વળી ઘણા લોકો વ્હે પ્રોટીન નો ઉપયોગ પણ કરી શકે છે, જે ડાયાબિટીઝમાં અસરકારક સાબિત થઈ શકે છે.