દવા વગર ઘરે બેઠા બવાસીરનો આ ઈલાજ કરી લો

દોસ્તો આજકાલ ઘણા બધા લોકોને બવાસીરની સમસ્યા થતી હોય છે. જેમાં વ્યક્તિને મળ નો ત્યાગ કરવામાં પરેશાની થાય છે. વળી ઘણા લોકો તો વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કર્યા પછી પણ આ પ્રકારની બીમારીઓથી છુટકારો મેળવી શકતા નથી, જેના લીધે જે લોકો બવાસીરની પરેશાની અનુભવી રહ્યા હોય છે તેઓ ઇચ્છતા હોય છે કે તેઓને કોઈ એવો ઉપાય મળી જાય જેનાથી તેઓ આસાનીથી સમસ્યાથી છુટકારો મેળવી શકે.

જો તમે પણ આ પ્રકારના વિચારો માં ખોવાયેલા રહો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજના આ લેખમાં અમે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવાના એક આયુર્વેદિક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે આસાનીથી ઘરે બેઠા આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

સામાન્ય રીતે કપૂરનો ઉપયોગ ઘણા પ્રકારના કામોમાં કરવામાં આવતો હોય છે અને આ જ ક્રમમાં તમે કપૂરનો ઉપયોગ કરીને બવાસીરની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો આપણે એક પછી એક કપૂર ના ફાયદાઓ વિશે માહિતી મેળવવીએ.

તમને કહી દઈએ કે કપૂર માં એન્ટી તત્વ મળી આવે છે. જે સોજાની સમસ્યાને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. જ્યારે તમે કપૂરનો ઉપયોગ કરો છો ત્યારે તે બવાસીર માં આવેલા સોજાને ઓછો કરવામાં મદદ કરે છે.

જો તમને બવાસીરની સમસ્યા માં બળતરા થઇ રહી હોય તો તમે કપૂરનો ઉપયોગ કરીને આ બળતરાથી છુટકારો મેળવી શકો છો. હકીકતમાં કપૂર માં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબિયલ ગુણો આવેલા હોય છે, જે બળતરા અને ઇન્ફેક્શનની સમસ્યાથી છુટકારો અપાવે છે.

કપૂરનો ઉપયોગ કરીને તમે કોઈ જગ્યાએ ઘા થયો હોય તો તેનાથી પણ છુટકારો મળી મેળવી શકો છો. હકીકતમાં કપૂર માં રહેલાં એન્ટીસેપ્ટિક અને એન્ટી બેક્ટીરિયલ ગુણધર્મો ઘાને જલ્દીથી ભરવામાં મદદ કરી શકે છે અને તમે આસાનીથી લોહી આવવાની સમસ્યાથી પણ રાહત મેળવી શકો છો.

કપૂર માં એન્ટી તો મળી આવતા હોવાને કારણે તેને ખંજવાળ યુક્ત જગ્યાએ લગાવવામાં આવે તો તે જગ્યાએ ખંજવાળ આવવાની સમસ્યાથી રાહત મળે છે. વળી તેનો ઉપયોગ કરીને તમે ધાધર થી પણ છુટકારો મેળવી શકો છો.

હવે તમે કહેતા હશો કે બવાસીર ની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કપૂરનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો તમને જણાવી દઈએ કે તમે કપૂરના મિશ્રણને રૂ અથવા કોટનના અન્ય કપડા ઉપર લગાવી શકો છો અને તે મળ માર્ગ ઉપર ફેરવી શકો છો. જેનાથી મસાની સમસ્યામાં રાહત મળે છે.

આ સિવાય તમે કપૂર અને નારિયેળના તેલને યોગ્ય માત્રામાં મિક્સ કરીને મસા ઉપર લગાવી શકો છો. જેનાથી તમને તરત જ સારા પરિણામ દેખવા મળે છે પરંતુ તમને જણાવી દઈએ કે આ બંનેનું મિશ્રણ જ્યારે તમે મસા ઉપર લગાવો ત્યારે તમને થોડાક સમય માટે બળતરા થઈ શકે છે.

જો તમે સો ગ્રામ સરસવના તેલમાં દસ ગ્રામ કપૂર ઉમેરી દુખાવાની જગ્યાએ લગાવો છો તો તમને રાહત મળી શકે છે અને બવાસીર ની સમસ્યાથી છુટકારો મળે છે. નવશેકા ગરમ પાણીમાં થોડું કપૂર મિક્સ કરીને ગરમ કરી લેવામાં આવે અને થોડીક વાર પછી જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને સોજા વાળી જગ્યાએ લગાવવામાં આવે તો દુખાવાની સમસ્યામાં રાહત મળે છે અને સોજો ઊતરી જાય છે.

કપૂરને લીમડાના લેપ સાથે મિક્સ કરી મસા વાળી જગ્યાએ લગાવવામાં આવે તો ઇન્ફેક્શનની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

Leave a Comment