બાવળના ઝાડ તમે ઠેર જોયા હશે. બાવળ નો ઉપયોગ આયુર્વેદમાં ઔષધી તરીકે કરવામાં આવે છે. સૌથી વધુ બાવળના દાતણ નો ઉપયોગ થાય છે. પરંતુ બાવળની સીંગ પણ એટલી જ ગુણકારી હોય છે.
બાવળની સિંગનો ઉપયોગ કરીને કફ, એસીડીટી, મૂત્ર વિકાર, શરીરના સોજા, ગર્ભાશયના બ્રિડિંગ સહિતની સમસ્યાને દૂર કરી શકાય છે. ખાસ કરીને સાંધાના અને ઘૂંટણના દુખાવામાં બાવળ નો સૌથી વધુ ઉપયોગ થાય છે.
તેના માટે બાવળની સીંગ લેવી અને તેને તડકામાં સૂકવી પાઉડર બનાવી લેવો. આ પાઉડરની એક એક ચમચી હૂંફાળાં પાણી સાથે સવારે અને સાંજે લેવી. જમ્યા પછી એક કલાક પછી આ ચૂર્ણ લેવું. આ ઉપાય બે-ત્રણ મહિના કરવાથી દુખાવો એકદમ મટી જશે.
ધાતુની પુષ્ટિ માટે બાવળ ની સીંગ ના રસ માં 1 મીટર લાંબુ અને એક મીટર પહોળું કપડું પલાળો અને સુકવી દો. કપડું સુકાઈ જાય પછી ફરી વખત તેને બાવળની સીંગ ના રસમાં પલાળવો.
આ પ્રક્રિયાને 14 વખત કરવી. ત્યાર પછી આ ટુકડાના પણ 14 ભાગ કરી લો. હવે રોજ એક ટુકડાને 250 ગ્રામ દૂધમાં ઉકાળવું. દૂધ ઉકડી જાય પછી કપડાંને તેમાંથી ગાળીને પીવાથી ધાતુની પુષ્ટિ થાય છે.
બાવળ ની શીંગ ઓને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી સ્ટોર કરી લેવું. આજે આપણે સવારે અને સાંજે એક એક ચમચી લેવાથી હાડકા મજબુત થાય છે. આ ચૂર્ણને મધ અને બકરીના દૂધ સાથે લેવાથી તુટેલુ હાડકું પણ જોડાવા લાગે છે.
બાવળના બીજ ને વાટીને ત્રણ દિવસ સુધી મધ સાથે લેવાથી હાડકા લોખંડ જેવા મજબૂત થઈ જાય છે.
કાનો કોઈ રોગ થયો હોય તો બાવળની સીંગને સરસિયાના તેલમાં ઉકાળી પછી તેને ઠંડુ કરી લો. આ તેલ ઠંડુ થાય પછી તેના બે-બે ટીપા કાનમાં નાખવા.
કમરના દુખાવાને દૂર કરવા માટે બાવળની છાલ, સિંગ અને તેના ગુંદરની સરખા ભાગે લઈ બરાબર વાટી લેવું. આ મિશ્રણની એક ચમચી દિવસમાં ત્રણ વખત લેવાથી કમરનો દુખાવો મટે છે.
પથારીમાં પેશાબ કરવાની બાળકોની સમસ્યા ને મટાડવા માટે બાવળ ની સીંગ ને છાયામાં સુકવી તેનો પાવડર કરી લેવો. હવે તેને ઘીમાં શેકી લેવું. આ પાવડરને સાકર ઉમેરીને ચાર ગ્રામની માત્રામાં સવારે અને સાંજે ગરમ દૂધ સાથે આપવાથી પથારીમાં થતા પેશાબની સમસ્યા મટે છે.