એસિડિટી, ગેસ અને કબજિયાતથી છુટકારો મેળવવા ખાઈ લો આ વસ્તુ

હરડે દેખાવમાં નાનકડી હોય છે પરંતુ તેને આયુર્વેદમાં ભારે મહત્વ આપવામાં આવ્યું છે. હરડે શરીર માટે અત્યંત લાભકારી છે, એટલા માટે જ તો તેન ઔષધિના રાજા તરીકે ઓળખવામાં આવે છે. હરડે સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંનેને સુધારે છે. હરડેના ફળ, મળૂ અને છાલ બધી જ વસ્તુઓ ઉપયોગી છે.

જે લોકોને સ્ટ્રેસ વધારે રહેતો હોય તેણે હરડેને વાટી અને માથા પર તેનો લેપ કરવો જોઈએ. તેનાથી માથાનો દુખાવો દુર થાય છે. તેનાથી સ્ટ્રેસ પણ દુર થાય છે અને અનિંદ્રા, તણાવ વગેરે મટે છે.

જે લોકોને ખરતાં વાળ, વાળમાં ખોડો, માથામાં ટાલ વગેરે સમસ્યા હોય તેમણે હરડેનો પ્રયોગ કરવો. તેનાથી ખોડો તુરંત મટે છે. તેના માટે કેરીની ગોટલીનું ચૂર્ણ અને હરડે ચૂર્ણ સમાન માત્રમાં દૂધમાં મિક્સ કરીને માથા પર લગાવવાથી ખોડો દુર થાય છે.

જે લોકોને લાંબા સમય સુધી લેપટોપ કે કોમ્પ્યુટર પર કામ કરવું પડે છે તેમને આંખમાં બળતરા થતી હોય છે. આ સમસ્યાને દુર કરવા રોજ હરડેનું સેવન કરવું. તેનાથી આંખની બળતરા મટે છે અને આંખને આરામ મળે છે. આ સિવાય હરડેના પાવડરને પાણીમાં પલાળી સવારે તેને ગાળી તેનાથી આંખ સાફ કરવાથી આંખની બીમારી અને નબળાઈ દુર થાય છે.

મોતિયાની સમસ્યામાં 3 ગ્રામ હરડે, 3 ગ્રામ સુકી દ્રાક્ષની પેસ્ટ બનાવી તેમાં સાકર અથવા તો મધ ઉમેરી ખાવાથી મોતિયો નાબુદ થાય છે.

જે લોકોને વાતાવરણ બદલવાથી શરદી, ઉધરસ થાય છે, વારંવાર માથું દુખે છે તેમને હરડેનું ચૂર્ણ લેવું જોઈએ. તેનાથી કફ, માથાનો દુખાવો, તાવ મટે છે. કફને દુર કરવા માટે રોજ 2થી 5 ગ્રામ હરડેનું સેવન કરવું જોઈએ.

શરીરની દુર્બળતા દુર કરવા માટે અને શરીરનું બળ વધારવા માટે માખણ, સાકર અને હરડેનું ચૂર્ણ લેવું જોઈએ. તેનાથી મગજ પણ તેજ થાય છે. આ ચૂર્ણ શરીરને શક્તિ આપે છે અને શરીરને નિરોગી બનાવે છે.

હરડેનું સેવન કરવાથી શરીર નિરોગી થાય છે અને કબજિયાતમાંથી મુક્તિ મળે છે. હરડેનું ચૂર્ણ, દવાઓ બધું જ સરળતાથી મળી જાય છે. નિયમિત હરડે લેવાથી વારંવાર ચક્કર આવવાની સમસ્યા દુર થાય છે, શરીરમાં થાક અને નબળાઈ લાગતી નથી. હરડેને મધ સાથે ચાટી લેવાથી ઉલટીઓ બંધ થાય છે.

જે લોકોને કાયમી એસીટીડીની સમસ્યા રહેતી હોય તેમણે 3થી 6 ગ્રામની માત્રામાં હરડે પાવડર દૂધમાં ઉમેરીને પીવો જોઈએ. તમે ઈચ્છો તો જરૂર અનુસાર તેમાં સાકર ઉમેરી શકો છો. તેનાથી પિત્તની સમસ્યા દુર થાય છે.

Leave a Comment