દોસ્તો સામાન્ય રીતે સવારનો નાસ્તો તમારા દિવસ દરમિયાન કરવામાં આવતા કાર્યો માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. જો તમે સવારનો નાસ્તો એકદમ હેલ્ધી ખોરાક ખાઓ છો તમે આખો દિવસ તંદુરસ્ત અનુભવો છો અને વિવિધ પ્રકારના રોગોથી પણ રાહત મેળવી શકો છો.
સામાન્ય રીતે ઘણા બધા લોકો સવારના નાસ્તામાં શું ખાવું તે અંગે મૂંઝવણ અનુભવતા હોય છે. જો તમે પણ આ પ્રકારની મૂંઝવણ અનુભવી રહ્યા છો તો તમારે આ લેખને અંત સુધી વાંચવો જોઈએ. કારણ કે આજે અમે તમને હેલ્થી નાસ્તા વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે તમને રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે.
ઈડલી સાંભર :- જો તમે સવારના નાસ્તામાં ઈડલી સાંભર ખાવાનું શરૂ કરી દો તો તમને ઘણા બધા લાભ થાય છે. હકીકતમાં ઈડલી માં રહેલા ચોખામાં કાર્બઝ હોય છે. જ્યારે સંભાર ની દાળ માં પ્રોટીન હોય છે. જ્યારે તમે આ બંનેનું મિશ્રણ કરીને ખાવો છો ત્યારે તમારા શરીરને ઊર્જા મળી રહે છે અને તમે લાંબા સમય સુધી સારું કાર્ય કરી શકો છો.
ઘઉંના ફાડા :- ઘઉંના ફાડા ખાઈને પણ તમે પોતાના શરીરને તંદુરસ્ત રાખી શકો છો. તેમાં રહેલું ફાઇબર આપણા શરીરને એનર્જી આપવાનું કામ કરે છે સાથે સાથે પાચનશક્તિમાં સુધારો કરે છે. તમે તેને નાસ્તાના ના સ્વરૂપમાં પણ ખાઈ શકો છો.
ઘઉંના પરોઠા :- તમે ઘઉં ના પરોઠા પણ ખાઈ શકો છો. સવારે નાસ્તામાં ઘઉં ના પરોઠા ખાવાથી 60 ટકા જેટલું કાર્બઝ મળે છે. જ્યારે તેમાં રહેલા પનીર, ડુંગળી અને બટાકા માં પણ ઘણા પ્રકારના વિટામિન હોય છે. જે તમને લાંબા સમય સુધી પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે.
ઉપમા અને પૌંઆ :- તમે ઉપમા અને પૌવા પણ ખાઈ ને પોતાના શરીરને તંદુરસ્ત રાખી શકો છો. આ નાસ્તાને ખૂબ જ સ્વાદિષ્ટ અને તંદુરસ્ત માનવામાં આવે છે. તેમાં રહેલા ડુંગળી, બટાકા અને વટાણા પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તમે તેમાં સિંગદાણા પણ ઉમેરી શકો છો.
મગની દાળ :- મગની દાળને પણ ખૂબ હેલધી માનવામાં આવે છે. જે બ્લડ સુગર ની બીમારી સામે રક્ષણ આપવામાં મદદ કરે છે તમે મગની દાળમાં અન્ય કોઇ પદાર્થ પણ ઉમેરી શકો છો, જે તમારા શરીરને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખશે.
થેપલા :- થેપલા પણ સવારના નાસ્તા માટે ખૂબ જ સ્વાદિષ્ટ માનવામાં આવે છે તમે તેને જાતે ઘરે બનાવી શકો છો. હકીકતમાં ઘઉમાં ફાઇબર અને મેથીમાં પ્રોટીન અને આયરન હોય છે. જે તમારા શરીરને ઊર્જા આપે છે અને પાચન શક્તિમાં વધારો કરે છે.
ઢોકળા :- તમે ઢોકળાના બેસન માંથી બનાવેલ તમે ટુકડા પણ ખાઈ શકો છો. કારણ કે તેમાં આયર્ન, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર મળી આવે છે, જે આપણા શરીરને ખૂબ જ મદદ કરે છે. વળી તે આપણા શરીરની એલર્જી પણ આપવામાં મદદ કરી શકે છે.
આમ તમે અઠવાડિયાના સાત દિવસ અલગ-અલગ નાસ્તો કરીને દિવસ દરમિયાન સારી રીતે કાર્ય કરી શકો છો અને પોતાના શરીરને તંદુરસ્ત રાખી શકો છો.