મફતની આ વસ્તુથી તમારા સફેદ વાળ પણ ડામર જેવા કાળા થઈ જશે

સફેદ થતા વાળ આજના સમયમાં દરેકની સમસ્યા બની ચુક્યા છે. નાની ઉંમરના લોકોને પણ વાળ સફેદ થવાની સમસ્યા સતાવે છે. એકવાર વાળ સફેદ થવા લાગે તો પછી અટકવાનું નામ લેતા નથી અને વધુને વધુ વાળ સફેદ થયા કરે છે.

સફેદ થયેલા વાળને કાળા કરવા માટે ડાય, મહેંદી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ બધું જ થોડા સમય માટે અસર કરે છે. એટલે કે વારંવાર તેનો ઉપયોગ કરવો પડે છે. કલર જેવી વસ્તુઓ વારંવાર વાપરવાથી વાળ પર આડ અસર પણ થાય છે. ત્યારે આજે તમને સફેદવાળને કાળા કરી દેતા ઘરેલું ઈલાજ વિશે જણાવીએ.

આ ઉપાય કરવાથી 1 સપ્તાહમાં જ તમને રીઝલ્ટ જોવા મળશે અને તમારા વાળ કાળા થઈ જશે. ખાસ વાત એ છે કે તેનાથી સફેદ થયેલા વાળ પણ કુદરતી રીતે કાળ થશે અને નવા વાળ પણ સફેદ થવાનું બંધ થઈ જશે.

આંબાના પાન લેવા તેને સાફ કરી પાણી ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને 15 મિનિટ માટે વાળમાં લગાવવી અને પછી વાળ ધોઈ લેવા. તેનાથી વાળ લાંબા, કાળા અને મજબૂત થાય છે.

હળદર પણ ગુણકારી તત્વ છે. તેમાં રહેલા ગુણ વાળને કુદરતી રીતે કાળા કરવાનું કામ કરે છે. વાળમાં હદરની પેસ્ટ લગાવવી વાળ થોડા જ સમયમાં કાળા થવા લાગે છે.

દહીં વિટામિન ડી-3 અને પ્રોટીનથી ભરપુર હોય છે. તેમાં મેલેનિન હોય છે જે વાળને સ્વસ્થ, મજબૂત કરવાની સાથે કાળા પણ કરે છે. તેના માટે ઘરે બનાવેલા દહીંનો ઉપયોગ કરવો.

ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી પણ લાભ થાય છે. ડુંગળીનો રસ લગાવવાથી સફેદ વાળની ફરિયાદથી તમે મુક્ત થઈ જશો. તેના માટે વાળ પર ડુંગળીનો રસ લગાવવાનું શરુ કરો. 2 સપ્તાહ સુધી આમ કરવાથી વાળ સફેદ થવા લાગે છે.

લોખંડનો પાવડર અને ત્રિફળાને એક એક ચમચીની માત્રામાં લેવું. તેમાં ભૃંગરાજના છોડનો રસ ઉમેરી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને એક રાત પલાળી રાખવી. પછી તેને વાળમાં લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય પછી વાળ સાફ કરી નાખવા. આ ઉપાય કરવાથી માથામાં એક પણ વાળ સફેદ નહીં દેખાય.

સફેદ વાળને કાળા કરવા માટે દિવેલ પણ કામ આવે છે. તેના માટે દીવેલ અને ઓલિવ ઓઈલને સરખા પ્રમાણમાં લેવું અને ગરમ કરવું. ત્યારબાદ તેનાથી વાળમાં મસાજ કરવી. આ તેલ રાત્રે વાળમાં લગાવવું અને વારે વાળ ધોવા.

Leave a Comment