પાનમાં વપરાતી એક વસ્તુ શરીરના ગંભીર રોગોનો રામબાણ ઈલાજ છે. તેનાથી શરીરના ગંભીરમાં ગંભીર રોગ પણ દુર થઈ શકે છે. આ વસ્તુ માત્ર 10 રૂપિયાની કીંમતે મળી જાય છે. જમ્યા પછી ખવાતા પાનમાં કાથાનો ઉપયોગ થાય છે. આ કાથો ગુણકારી હોય છે અને તે શરીરની અનેક સમસ્યાને દુર કરે છે.
કાથો કોઈપણ ઉંમરના વ્યક્તિ ખાઈ શકે છે. એટલું જ નહીં ડાયાબીટીસ સહિતના રોગના દર્દી પણ કાથો લઈ શકે છે. આ એક નિર્દોષ ઔષધિ છે. જેનું સેવન અલગ અલગ બીમારીમાં તેના લક્ષણ અનુસાર કરી શકાય છે.
ઔષધિ તરીકે કાથાનો ઉપયોગ કરવો હોય તો તેનું સેવન સવારે પેટ સાફ આવ્યા બાદ કરવું જોઈએ. કાથો દોષરહિત છે તેથી તેને વધુમાં વધુ ત્રણ માસ સુધી લઈ શકાય છે. તેનાથી આડઅસર થતી નથી.
આ ઔષધિનું સેવન કર્યા બાદ 30 મિનિટ પછી કંઈપણ ખાઈ પી શકાય છે. પરંતુ તેની અસરકારકતા વધારવા માટે હળવો આહાર લેવો. કેવડિયો કાથો સૌથી સારો માનવામાં આવે છે. કાથો રક્ત શુદ્ધ કરનાર છે.
તેનાથી વધેલી શર્કરા કંટ્રોલમાં આવે છે. ડાયાબીટીસના કારણે જ્યારે ઈજાના ઘામાં રુઝ આવતી ન હોય કે ગૂમડા કે મોંઢાના ચાંદા મટતા ન હોય ત્યારે આ દવાનો ઉપયોગ કરી શકાય છે.
કાથો દાંત માટે લાભકારી છે. તે દાંતના દરેક રોગમાં લાભ કરે છે. આ સિવાય ખંજવાળ, ઉધરસ, તાવ, શરદી, ગળાનો સોજો જેવી સમસ્યામાં પણ રાહત આપે છે. તે પેટમાં થયેલા કૃમિનો નાશ કરે છે. તેનાથી મોઢાના ચાંદા તુરંત મટે છે. તે ત્વચાના રોગમાં પણ કામ આવે છે.
ત્વચાના રોગમાં કાથો સવારે, બપોરે અને સાંજે લેવો જોઈએ. તેનાથી શરીરમાં ઈન્ફેકશન થતું નથી. તેના માટે કાથાને પાણીમાં ઉકાળી તે પાણીને સ્નાન કરવાના પાણીમાં ઉમેરી સ્નાન કરવાથી ઈન્ફેકશન દુર થાય છે.
જ્યારે ત્વચાનો કોઈ રોગ થઈ ગયો હોય ત્યારે ખેરની છાલને ગરમ કરી તેના પાણીથી ત્વચાના તે ભાગને સાફ કરવામાં આવે તો રોગ મટે છે.
વાયુ અને કફની સમસ્યામાં પણ ખેરની છાલ લાભ કરે છે. તેના માટે તેન પાવડર પાણીમાં ઉમેરી પાણીને ગરમ કરો. પાણી અડધું થાય પછી તેનું સેવન કરવું. આ પાણી સવારે ને સાંજે લેવાથી લાભ થાય છે.
હાથીપગાની સમસ્યા હોય તો રોજ 3 ટાઈમ મધમાં ખેર વાટીને ચાટી જવું. તેનાથી આ સમસ્યામાં રાહત થાય છે. ખેરના ઉપયોગથી તમે ઘરે ખદીરવટી પણ બનાવી શકો છો. તેના માટે 100 ગ્રામ ખેર અને કપૂર તેમજ સોપારી, જાયફળ, ચણકબાબ, એલચી 20 ગ્રામની માત્રામાં લેવાના છે. આ વસ્તુઓને વાટી તેમાં જરૂર જણાય એટલું પાણી ઉમેરી ગોળી તૈયાર કરી લેવી.