જના વિશેષ લેખમાં અમે તમને સંચળ નો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આર્યુવેદમાં તેને ઠંડક આપનાર પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે.
જેનાથી કબજિયાત, ગેસ, એસીડીટી અને પેટના રોગોથી રાહત મળી શકે છે. જે લોકોને આંખે બહુ ઓછું દેખાતું હોય અથવા જેમની રોશની ઓછી થઈ ગઈ હોય તેમના માટે પણ સંચર દવાની જેમ કામ કરે છે.
તમે સંચળ નો ઉપયોગ ચટણી, દહીં, અથાણાં, સલાડ અથવા અમુક પ્રકારના ફળમાં ઉપરથી ભભરાવીને કરી શકો છો. સંચરમાં ઉષ્મા વિરોધી ગુણધર્મો મળી આવે છે, જે આપણા પેટને ઠંડક આપવાનું કામ કરે છે. જો તમને ખુલ્લે થી જાડા આવતા ન હોય તો તમે સંચરનો ઉપયોગ કરી શકો છો, જેનાથી જાડા થવાની પ્રક્રિયા સરળ બને છે અને તમને આરામ મળે છે.
જો તમને બવાસીર અથવા મસાની સમસ્યા થઈ રહી હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમને લાભ થાય છે. જો તમારા મનમાં કોઈ વાતને લીધે તણાવ હોય તો પણ તમે સંચરનો ઉપયોગ કરી શકો છો.
જેનાથી તમને લાંબા સમય સુધી પરેશાનીનો સામનો કરવો પડતો નથી. હકીકતમાં સંચળ આપણા શરીરમાં હોર્મોન વધારવાનું કામ કરે છે, જેનાથી તણાવની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
જે લોકોને ઉંઘ આવતી નથી તેવા લોકો પણ સંચરનો ઉપયોગ કરી શકે છે. જે લોકોને પિત્તની સમસ્યા થઈ રહી હોય તેવા લોકો માટે પણ સંચળ દવાની જેમ કામ કરે છે.
જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે તેવા લોકોએ મીઠા ની જગ્યાએ સંચર ખાવાનું શરૂ કરી દેવું જોઇએ. કારણ કે સંચરમાં સોડિયમની માત્રા બહુ ઓછા પ્રમાણમાં હોય છે, જે આપણા શરીરમાંથી બ્લડ પ્રેશરને કાબૂમાં લાવે છે અને વજન પણ ઓછું કરવામાં મદદ કરે છે.
જો તમે સંચર અને લીંબુ પાણીમાં ઉમેરીને પીવા લાગો છો તમારા શરીરની બળતરા તો દૂર થાય જ છે સાથે-સાથે વજન વધવાની સમસ્યાથી પણ મુક્તિ મળી શકે છે. જ્યારે આપણા શરીરનું લોહી પાતળું હોય તો તે આપણા શરીરના દરેક અંગ સુધી આસાનીથી પહોંચી શકે છે અને આમાં તમારી સંચર મદદ કરી શકે છે.
કારણ કે તેનું સેવન કરવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે અને લોહી પણ પાતળું બને છે. તેના લીધે તે શરીરના દરેક કોષ સુધી પહોંચી શકે છે.
જો તમને કોઈ જગ્યાએ સાંધાનો દુખાવો થઈ રહ્યો હોય તો તમારે સંચળ લઈને તેનાથી શેક કરવો જોઈએ. આ માટે તમારે તેને કોઈ મોટા વાસણમાં ઉમેરી તેને સારી રીતે ગરમ કરી લો અને ત્યારબાદ તેને કોટનના કપડામાં બાંધી જે જગ્યાએ દુખાવો થઈ રહ્યો હોય તે જગ્યાએ શેક કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને દુખાવાથી આરામ મળશે.