રોજ એક ચમચી લેશો તો વાત, પિત્ત અને કફ કંટ્રોલમાં રહેશે, 100 થી વધારે રોગ રહેશે દૂર

મિત્રો આમળા, હરડે અને બહેડાના મિશ્રણથી ત્રિફળા બને છે. આ ફળનું મિશ્રણ એક મહાઔષધિ છે. તેનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે.

ત્રિફળાનું સેવન કરવાથી પુરુષોની જનેન્દ્રીયના રોગ, સ્ત્રીના રોગ, યોનીમાંથી સફેદ પાણી પડવું, વાત, પિત્ત અને કફનું અસંતુલન થવું જેવા 60થી વધુ રોગ દુર થઈ જાય છે. આજે તમને જણાવીએ આ ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરીને કઈ કઈ સમસ્યાને દુર કરી શકાય.

માથાનો દુખાવો હોય ત્યારે ત્રિફળા ચૂર્ણમાં હળદર અને ગોળ ઉમેરીને લેવું. તેનાથી માથાનો દુખાવો તુરંત દુર થાય છે. માત્ર ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે.

ત્રિફળા નિયમિત લેવાથી તાવ, શરદી, કફ મટે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તો તેમણે ત્રિફળા લેવું જોઈએ. તેનાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે. હાઈ બીપી હોય તેમણે રાત્રે દૂધ સાથે ત્રિફળા લેવું જોઈએ. એક અઠવાડિયું આ પ્રયોગ કરશો એટલે બીપી દુર થશે.

જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે ગરમ પાણી સાથે ત્રિફળા લેવું જોઈએ. તેનાથી પેટ સાફ આવે છે અને રક્ત પણ શુદ્ધ થાય છે. તેનાથી ત્વચાની સમસ્યાઓ જે રક્ત વિકારના કારણે થાય છે તે દુર થાય છે.

ડાયાબીટીસના દર્દીઓએ ત્રિફળા ચૂર્ણ રોજ પાણી સાથે લેવું જોઈએ. તેનાથી ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે. 5 ગ્રામ ત્રિફળા ચૂર્ણ અને 2 ગ્રામ જેઠીમધ સવારે અને સાંજે લેવાથી લાભ થાય છે.

આંખની ગરમી, આંજણી, નંબર જેવી સમસ્યા દુર કરવી હોય તો ત્રિફળાને રાત્રે પાણીમાં પલાળી દેવુ. સવારે આ પાણીને કપડાથી ગાળી આંખ સાફ કરવી. તેનાથી આંખની સમસ્યા મટે છે. રોજ સવારે અને સાંજે 3-3 ગ્રામ ત્રિફળા હુંફાળા પાણી સાથે લેવાથી લાભ થાય છે.

શેરડીના રસમાં ત્રિફળા ઉમેરીને પીવાથી કમળો મટે છે. ત્રિફળામાં મધ ઉમેરીને દર્દીને આપવાથી પણ કમળામાં લાભ થાય છે. 1 ચમચી ત્રિફળા ચૂર્ણને પાણીમાં પલાળી સવારે આ પાણી ઉકાળી તેને ગાળી અને 2 ચમચી મધ ઉમેરી પીવાથી વજન ઉતરે છે.

દાંતનો દુખાવો, પેઢાના રોગ દુર કવરા માટે ત્રિફળા, ગુગળને 4 ગ્રામની માત્રામાં લઈ પાણી સાથે દિવસમાં 2 વખત લેવાથી દાંતની સમસ્યા દુર થાય છે.

ત્રિફળા વાળ માટે પણ ટોનિક સમાન છે. તેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે. ત્રિફળામાં આમળા ઉમેરી વાળના મૂળમાં લગાવવાથી પીએચ લેવલ સંતુલિત રહે છે અને વાળ સ્વસ્થ રહે છે. તેના કારણે વાળ ખરતાં પણ નથી.

Leave a Comment