આપણે અલગ અલગ પ્રકારના કઠોળનો ઉપયોગ રસોઈમાં કરીએ છીએ. કઠોળ પ્રોટીનથી ભરપુર હોય છે અને તેનાથી શરીરને બીમારીઓથી લડવાની તાકાત પણ મળે છે. આમ તો બધા જ કઠોળ પોષકતત્વોથી ભરપુર હોય છે પરંતુ વાત કરીએ સોયાબીનની તો તેની વાત જ અલગ છે.
આ એક કઠોળ એવું છે જેનું સેવન વર્ષમાં સીઝન દરમિયાન એકવાર કરી લેવાથી પણ આખું વર્ષ શરીરમાં પ્રોટીનની ઊણપ થતી નથી. સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ અનેકગણું હોય છે. ઈંડા કે માંસ કરતા પણ સોયાબીનમાં પ્રોટીન વધારે હોય છે.
શરીર માટે પ્રોટીન ખૂબ જ જરૂરી હોય. સોયાબીનમાં પ્રોટીનની સાથે અન્ય પોષકતત્વો પણ ભરપુર પ્રમાણમાં હોય છે. શાકાહારી લોકો સોયાબીનનું સેવન કરે તે ખૂબ જરૂરી છે.
સોયાબીનમાં પ્રોટીન ઉપરાંત, બી કોમ્પ્લેક્સ, વિટામીન ઈ, મિનરલ્સ, એમિનો એસિડ હોય છે જે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે.
સોયાબીનનું સેવન કરવાથી વાળ, ત્વચા પણ સુંદર રહે છે. તેનાથી શારીરિક વિકાસ પણ સારો થાય છે. 3 ઈંડામાંથી જેટલું પ્રોટીન શરીરને મળે તેટલું પ્રોટીન 100 ગ્રામ સોયાબીનથી મળે છે. સોયાબીનનું સેવન કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે.
રોજ 100 ગ્રામ પ્રોટીનનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. સંશોધન અનુસાર સોયાબીનમાં એવા તત્વો હોય છે જે શરીરમાં કેન્સરના કોષને વધતા અટકાવે છે. તેનું સેવન કરવાથી હાડકા પણ મજબૂત રહે છે. સોયાબીનમાં રહેલું પ્રોટીન શરીરની પાચનક્રિયા પણ સુધારે છે.
સોયાબીનનું સેવન કરવાથી શરીરના બધા જ કોષનો વિકાસ સારી રીતે થાય છે અને કોષને થતું નુકસાન પણ અટકે છે. સોયાબીનના સેવનથી મગજનું સંતુલન જળવાય છે. તેનાથી મગજ અને હાર્ટની બીમારીઓ સામે રક્ષણ થાય છે.
સોયાબીનના આ લાભ પ્રાપ્ત કરવા માટે રાત્રે સુતા પહેલા એક વાસણમાં પાણી લઈ તેમાં સોયાબીન પલાળી દેવા. સવારે આ પલાળેલા સોયાબીનને નાસ્તામાં ખાવા. આ રીતે તમને સોયાબીનના બધા જ લાભ પ્રાપ્ત થશે.
100 ગ્રામ સોયાબીનનો ઉપયોગ કરવાથી તમને 1 લીટર દુધ પીવાથી મળતા બધા લાભ મળે છે. એક સાથે 1 લીટર દુધ પી શકાતું નથી પરંતુ દિવસની શરુઆત 100 ગ્રામ સોયાબીન ખાઈને કરી શકાય છે.
તેનાથી સ્નાયૂનો વિકાસ પણ સારી રીતે થાય છે. જે લોકો બોડી બનાવતા હોય છે તેમણે સોયાબીનનો ઉપયોગ અચૂક કરવો. તેનાથી શરીરને ઊર્જા પણ મળે છે સ્નાયૂના વિકાસ માટે જરૂરી પ્રોટીન પણ મળે છે.