આ ચા પીશો તો બેડ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જશે, હાર્ટ એટેક નહીં આવે

મિત્રો જમફળ એવું ફળ છે જે શરીરને અલગ-અલગ પ્રકારના રોગોથી બચાવી શકે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે જે શરીરને વિવિધ પ્રકારની સમસ્યાથી બચાવે છે. જામફળની સાથે જામફળના પાનમાં પણ પોષક તત્વો હોય છે. તેને લેવાથી શરીરને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે.

ખાસ કરીને જો તમે જામફળના પાનની ચા પીઓ છો તો સરળતાથી કેટલાક રોગથી બચી શકો છો. આ ચા પીવાથી કેટલાક ગંભીર રોગોથી સરળતાથી બચી શકાય છે. આ ચા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તો ચાલો જાણીએ કે આ ચા કેવી રીતે બનાવવી અને તેને પીવાથી શું લાભ થાય છે.

જામફળ ના પાન ની ચા બનાવવા માટે 8 જામફળના પાન, અડધી ચમચી ચાને દોઢ કપ પાણીમાં ઉકાળો. ત્યાર પછી તેમાં મધ ઉમેરી ને તેનું સેવન કરો.

આશા પીવાથી સૌથી પહેલો ફાયદો હૃદયને થશે. શરીરમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે તે ધમનીઓને બ્લોક કરે છે અને હૃદય રોગ થાય છે. તેવામાં જો તમે ૩૦ દિવસ સુધી જામફળના પાનની ચાનું સેવન કરો છો તો કોલેસ્ટ્રોલ ઓછું થઈ જશે અને હૃદય રોગથી મુક્તિ મળી જશે. સાથે જ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં આવે છે.

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેમણે પણ જામફળના પાનની ચા પીવી જોઈએ. જામફળ ના પાન માં એવા ગુણ હોય છે જે શરીરમાં ઈન્સ્યુલીન વધારે છે તેનાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રહે છે.

જ્યારે શરીરમાં ઝેરી તત્વો એકત્ર થાય ત્યારે ચહેરા પર તેની અસર જોવા મળે છે. તેના કારણે ચહેરા પર ખીલ ડાઘ વગેરે જોવા મળે છે. તેવામાં આ પાનનું સેવન કરશો તો ચહેરો એકદમ ચમકદાર બનશે. જો ખીલની તકલીફ હોય તો તેને દૂર કરવા માટે જામફળના પાન નો લેપ ચહેરા પર લગાવો.

જે લોકો ને ખરતાં વાળની સમસ્યા હોય તેમના માટે પણ આ ચા લાભકારી છે. જામફળ ના પાન માં એવા ઔષધીય ગુણ હોય છે જે ખરતા વાળની સમસ્યાથી મુક્તિ અપાવે છે.

Leave a Comment