આ ઉપાયથી ગમે તેવી જિદ્દી કબજિયાત ગાયબ થઈ જશે

દોસ્તો બદલાયેલી જીવનશૈલીના કારણે સૌથી પહેલી બીમારી કોઈ થતી હોય તો તે છે કબજિયાત. કબજિયાતના કારણે પેટ સાફ આવતું નથી અને તેના કારણે મન સતત બેચેન રહે છે.

કબજિયાત ના કારણે માથું પણ ચડેલું રહે છે. કબજિયાત ના કારણે અન્ય સમસ્યા પણ થાય છે. કોઈ કામ માં લન મન લાગતું નથી.

જ્યારે કબજિયાત વધારે હોય તો દવાઓ લેવાની ફરજ પડે છે. પરંતુ દવા લેવાથી પણ કાયમી ઉકેલ મળતો નથી. તેવામાં કબજિયાતથી કાયમી મુક્તિ મળે અને ક્યારેક કબજિયાત થાય નહીં તેવી ઈચ્છા હોય તો આ કામ કરી લેવું.

આજે તમને જે ઉપાય જણાવીએ તે કરી લેશો તો તમારા ઘરમાં કોઈપણ વ્યક્તિને કબજિયાત થશે નહીં. જ્યારે શરીરમાં પ્રવાહીની ઊણપ હોય ત્યારે પેટ સાફ આવતુંનથી. કબજિયાતના કારણે શરીરમાં તાજગી રહેતી નથી. કારણ કે મળ શરીરમાંથી બહાર આવતું નથી.

જો કબજિયાતનો સમયસર ઈલાજ કરવામાં આવે નહીં તો ભયંકર રોગ પણ થઈ શકે છે. તેથી આજે જે ઉપાય જણાવીએ તે કરી લેવો. આ ઉપાય કરી લેશો તો કબજિયાતથી મુક્તિ મળી જશે. કબજિયાતથી મુક્તિ મેળવવા માટે તમારે રોટલીના લોટમાં એક વસ્તુ ઉમેરવાની છે.

આ વસ્તુ રોટલીના લોટમાં ઉમેરવાથી કબજિયાત, ગેસ દુર થાય છે. આ વસ્તુ છે ઓટ્સ, ઓસ્ટને પીસી અને રોટલીના લોટમાં ઉમેરી દેવું. તેનાથી કબજિયાત દુર થાય છે. આ લોટની રોટલી તમારે રોજ ખાવાની છે. રોજ આ રોટલી ખાવાથી તેની અસર ઝડપથી થાય છે.

આ સાથે જંક ફુડ અને ઠંડા પીણા લેવાનું ટાળવું. ઓટ્સ પોષ્ટિક તત્વોથી ભરપુર છે. તેમાં ઝિંક, મેગ્નિશિયમ, આયર્ન, વિટામીન બી, આયર્ન અને ફાયબર ભરપુર હોય છે. આ રોટલી ડાયાબીટીસના દર્દી માટે પણ લાભકારી છે.

આ સિવાય ઓટ્સનું સેવન નાસ્તામાં કરવાથી પણ લાભ થાય છે. ઓટ્સમાં જે ચીકણા પદાર્થા હોય છે તે આંતરડાને સાફ કરે છે. તેનાથી કબજિયાત પણ મટે છે. તેમાં કોલેસ્ટ્રોલ ભરપુર હોય છે જે શરીરમાં એનર્જી વધારે છે.

તે ફાયબરથી ભરપુર હોય છે તેથી પચવામાં પણ હળવા હોય છે. તેનાથી રક્તમાં હાજર ગ્લુકોઝનું સ્તર ઘટે છે. ઓટ્સ ઓનલાઈન પણ ખરીદી શકાય છે અને બજારમાં પણ તે સરળતાથી ઉપલબ્ધ હોય છે.

Leave a Comment