રોટલી બનાવતા આ વસ્તુ ઉમેરશો તો ક્યારેય કબજિયાત નહિ થાય

 

જ્યારે કોઈ વ્યક્તિને કબજિયાત હોય છે ત્યારે તેને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. પહેલા તો એ સમસ્યા થાય છે કે નિયમિત રોજ સવારે પેટ સાફ આવતું નથી. દિવસના કોઈપણ સમસ્યા પ્રેશર આવી શકે છે. તેમાં પણ મળત્યાગ કરતી વખતે તકલીફ થાય છે.

આ સિવાય કબજિયાત અન્ય રોગની શરુઆતનું પણ કારણ બને છે. શરીરમાં કબજિયાત થવાનું કારણ અપાન વાયુ હોય છે. જ્યારે કોઈ કારણોસર આ વાયુ કુપિત થાય છે ત્યારે કબજિયાત થાય છે. આ વાયુના દોષના કારણે કબજિયાત સહિતની પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે.

કબજિયાત મટાડવાની ઘણી દવાઓ બજારમાં મળે છે. પરંતુ તેમાંથી કેટલીક દવાઓનો જ્યાં સુધી ઉપયોગ કરો ત્યાં સુધી અસર રહે છે. વળી કબજિયાત થઈ જાય છે. આ સિવાય કેટલીક દવા બધા લોકોને માફક આવતી નથી. તેવામાં કબજિયાતની તકલીફથી ઘરની દરેક વ્યક્તિ બચી જાય તે કામ ગૃહિણીના હાથમાં છે.

કબજિયાતને કાયમી દુર કરવી હોય તો કોઈપણ પ્રકારની દવા લેવાને બદલે આ સરળ કામ કરી લો. આયુર્વેદ અનુસાર કબજિયાતને કાયમી રીતે મટાડવી પણ શક્ય છે. કબજિયાતને કાયમી ધોરણે મટાડવાનું કામ હરડે અને એરંડીયાનું તેલ કરે છે.

દરેક ઘરમાં સવારે અને મોટાભાગે સાંજ પણ રોટલી બનતી હોય છે. તેવામાં જ્યારે પણ રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં એક ચમચી એરંડીયાનું તેલ મોણ તરીકે ઉમેરી દેવું. પછી આ લોટની રોટલી ખાવી. આ રોટલી ખાધી હોય પછી જમ્યાના એક કલાક પછી હરડે મોઢામાં રાખવી.

આ પ્રયોગ નિયમિત કરી શકાય છે તેનાથી કોઈ આડઅસર થતી નથી. જે લોકોને વર્ષો જુની કબજિયાતની સમસ્યા છે તેઓ આ પ્રયોગ રોજ કરે તો તેમને કબજિયાતથી કાયમી મુક્તિ મળે છે.

આ સાથે જ પેટમાં ગેસ, વાયુ, કબજિયાત જેવી સમસ્યાઓ થતી નથી. આ ઉપાય રોજ કરવાથી નુકસાન પણ થતું નથી. રોજ આ કામ કરશો એટલે થોડા સમયમાં જ કબજિયાતથી મુક્તિ મળી જશે.

આ ઉપાય કરવાથી આંતરડાની સફાઈ થાય છે અને આંતરડામાં જામેલો મળ પણ દુર થઈ જાય છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ખાધેલા ખોરાકમાંથી જે વસ્તુઓ શરીર માટે નકામી છે તે આંતરડામાં જામે છે અને મળ તરીકે શરીરમાંથી નીકળે છે.

આ કચરો 24 કલાકમાં બહાર નીકળી જાય તે જરૂરી છે અન્યથા તે આંતરડામાં ચોંટી જાય છે અને સડવા લાગે છે. તેના કારણે કબજિયાત સિવાય અન્ય સમસ્યાઓ પણ થાય છે.

Leave a Comment