જ્યારે પાચનક્રિયા બરાબર ન હોય ત્યારે પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. પેટની સમસ્યામાં કબજિયાત, ગેસ, એસીડીટી, છાતીની બળતરા તો ભરે તકલીફ કરાવે છે. આ બધી જ તકલીફ એવી છે જેનાથી કાયમી મુક્તિ મળે તેવી ઈચ્છા બધા રાખે છે.
પરંતુ તેઓ જાણતા નથી કે તેના માટે કરવું શું.જો તમને પણ પેટની સમસ્યાથી કાયમી મુક્તિ મેળવવી હોય તો આજે તેનો રસ્તો તમને જણાવીએ. આ સમસ્યાથી મુક્તિ અપાવે તેવી એક આયુર્વિદક ફાકી ઘરે તૈયાર કરી લેવી.
આ ફાકી તૈયાર કરવામાં તમને ઘરમાં ઉપલબ્ધ હોય તેવી જ વસ્તુની જરૂર પડશે. આ વસ્તુઓના ઉપયોગથી તમારા પેટની બધી જ સમસ્યા દુર થશે અને આંતરડા પણ કાચ જેવા સાફ થઈ જશે. ક્યારે તેમાં મળ નહીં જામે.
તેના માટે તમારે વરીયાળી, જીરું, અજમા અને સંચળ લેવાનું છે. આ બધી વસ્તુ સમાન માત્રામાં લેવાની છે. આ વસ્તુઓને અલગ અલગ ધીમા તાપે શેકી અને ઠંડી કરી લેવી. સંચળ ગરમ કરવાનું નથી.
જ્યારે આ વસ્તુઓ શેકાય જાય ત્યારે તેમાં જરૂર અનુસાર સંચળ ઉમેરવું અને બધી વસ્તુનું મિક્સરમાં ચૂર્ણ કરી લેવું. આ પાવડર એકસાથે બનાવીને સ્ટોર પણ કરી શકાય છે.હવે આ પાવડરની એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લેવાની છે.
આ ચૂર્ણ રાત્રે જમ્યાની એક કલાક બાદ લઈ લેવું. તેને લીધા બાદ કોઈ વસ્તુ ખાવી નહીં. આ ચૂર્ણ હુંફાળા પાણીસાથે રોજ લેવાથી કબજિયાત ધીરે ધીરે દુર થઈ જાય છે. આ સાથે જ પેટ ફુલી જવું, એસીડીટી, કબજિયાત તો થશે જ નહીં.
આ ચૂર્ણ લેવાનું શરુ કરશો એટલે એક જ સપ્તાહમાં તમને તેનું રીઝલ્ટ જોવા મળશે. 10 દિવસમાં આંતરડામાં જામેલો મળ છુટો પડીને બહાર નીકળી જશે અને તમે શરીરમાં સ્ફુર્તિ અને તાજગી અનુભવશો.
આ ચૂર્ણ સિવાય અન્ય એક નુસખો પણ છે જેને તમે ફોલો કરી શકો છો. આ ઉપાય સપ્તાહમાં એકવાર કરવાનો છે. તેના માટે એક ગ્લાગ ગરમ દુધ લેવાનું છે. આ દૂધમાં એક ચમચી એરંડીયું ઉમેરી અને સવારે ખાલી પેટ પી જવાનું છે.
આ દૂધ પીધાની 30 મિનિટમાં જ પેટ ખુલાસાબંધ સાફ આવી જશે. જ્યારે આ ઉપાય કરો ત્યારે દિવસ દરમિયાન હળવો ખોરાક લેવો જોઈએ. જેથી દવા બરાબર અસર કરે અને આંતરાડની સફાઈ સારી રીતે થઈ શકે છે.
જે લોકો દૂધ ન પીતા હોય તેઓ એક ગ્લાસ ગરમ પાણીમાં એરંડીયું ઉમેરીને તેનું સેવન કરી શકે છે. આ સિવાય સપ્તાહમાં એકવાર ત્રિફળાનું ચૂર્ણ પણ લઈ શકાય છે. આ પ્રયોગ કરો ત્યારે શક્ય હોય તો ફળ જ ખાવા.