દોસ્તો ઘણા લોકો વીકેન્ડમાં ખાસ હોટેલમાં જમવા જવાનું પ્લાન કરે છે, વળી કેટલાક લોકો સ્વાદના શોખીન હોય છે એટલે સમયાંતરે નવી નવી જગ્યાએ જતા હોય છે તો કેટલાક લોકોને નાછૂટકે બહારનું જમવું પડતું હોય છે.
જ્યારે પણ આપણે બહાર હોટેલમાં જમવા જઈએ ત્યારે જમવામાં વિકલ્પ તરીકે ઘણી વસ્તુઓ સામે આવે છે. જેમકે પંજાબી, સાઉથ ઈન્ડિયન, ચાઈનીઝ સહિતના અલગ અલગ ખોરાક મળે છે. આ બધી વસ્તુઓમાંથી સૌથી વધુ ખવાતી કોઈ વાનગી હોય તો તે છે પંજાબી. પંજાબી ગ્રેવીવાળા શાક લોકોની પહેલી પસંદ હોય છે.
પરંતુ હવે જ્યારે તમે બહાર જમવા જાઓ ત્યારે થોડા ચેતી જાજો આવી વસ્તુઓ ખાવાથી. આ પ્રકારની ગ્રેવી વાળા શાક તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ચાલો આજે તમને જણાવીએ શા માટે આવા શાકથી દુર રહેવાની જરૂર છે.
જ્યારે પણ તમે ઓર્ડર આપો તે થોડી મિનિટોમાં જ ઓર્ડર તમારી સામે આવી જાય છે. આવું એટલા માટે થાય છે કે શાક માટે ગ્રેવી તૈયાર જ રાખેલી હોય છે. રેસ્ટોરન્ટમાં એક સાથે વધારે પ્રમાણમાં ગ્રેવી બનાવી અને ફ્રીઝમાં રાખી દેવામાં આવે છે. આ ગ્રેવી તાજી હોતી નથી. તેને એક સાથે બનાવી અને ફ્રીઝમાં લાંબા સમય સુધી સ્ટોર કરવામાં આવે છે.
કારણ કે તાજી ગ્રેવી બનતા તો ઘણો સમય લાગે છે. તેથી રેસ્ટોરન્ટમાં ફાસ્ટ સર્વિસ માટે એક વીક કે તેનાથી વધુ સમય માટે ગ્રેવીને સ્ટોર કરવામાં આવે છે. ઘણી રેસ્ટોરન્ટમાં તો ગ્રેવી માટે જે શાક ઉપયોગમાં લેવામાં આવે છે તેની ગુણવત્તા પણ સારી છે કે નહીં તે જોવામાં આવતું નથી.
જ્યારે આ રીતે તૈયાર કરેલી ગ્રેવીને લાંબા સમય સુધી ફ્રીઝમાં રાખવામાં આવે છે તો તેમાં એસીડ બનવા લાગે છે. આ એસીડ આપણા શરીરમાં જાય એટલે આપણા શરીરમાં પણ તે આડઅસર કરે છે. વાસી ગ્રેવી વાળો ખોરાક લેવાથી હોજરીને નુકસાન થાય છે.
આ ગ્રેવી સ્વાદમાં તો સારી લાગે છે પરંતુ તે વાસી હોવાથી અને એસીડીક હોવાથી હોજરીને તેને પચાવવામાં સમસ્યા થાય છે. આ રીતે ગ્રેવીવાળા શાક શરીરને નુકસાન કરે છે. વળી ઘણા લોકોને વાસી ખોરાક પણ માફક આવતો નથી.
ત્યારે હોટેલમાં ગરમ શાક તાજું લાગે પરંતુ તેમાં ઉપયોગમાં લીધેલી ગ્રેવી તો વાસી જ હોય છે તેના કારણે પણ પાચન ખરાબ થાય છે. તેથી જ્યારે પણ બહાર જાઓ ત્યારે શક્ય હોય ત્યાં સુધી ગ્રેવીવાળી વસ્તુઓથી દુર રહેવું.