મિત્રો પથરી થવાનું મુખ્ય કારણ ક્ષારવાળું પાણી છે. ક્ષારવાળા પાણીના કારણે પથરી થાય છે. લિલી ભાજી થી પણ પથરી થાય છે. દૂધની પણ પથરી થાય છે. પથરીમાં ભયંકર દુખાવો થાય છે. આ સમસ્યા માટે તુરંત દવા કરવી પડે છે.
પથરી જો નાની હોય તો તે દવાથી મટી શકે છે. પરંતુ મોટી પથરી દુર કરવા માટે ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. પથરી થી થતી પીડા અસહ્ય હોય છે. પાણી નું વધારે પડતું સેવન કરવામાં આવે તો પથરી ના દુખાવા માં રાહત થાય છે.
જો કે પથરી દુર કરે તેવા આયુર્વેદિક ઉપચાર પણ છે. જેને કરવાથી મોટી પથરી પણ તુટીને બહાર નીકળી શકે છે. જો આ ઉપાય તમને માફક આવી જાય તો શક્ય છે કે તમારે પથરી કઢાવવા ઓપરેશન કરાવવું પણ ન પડે.
આજે તમને જણાવીએ એવો ઉપાય જે તમને ઓપરેશન ટેબલ સુધી પહોંચતા બચાવી શકે છે. પથરી મટાડાવા માટે લીંબુન રસ ઉપયોગી છે. તેમાં સિંધવ મીઠું ઉમેરીને ઊભા ઊભા ધીરે ધીરે પીવાથી પથરી તુટી અને નીકળી જાય છે.
દેશી ગાયના દુધની બનેલી છાશમાં સિંધવ મીઠું ઉમેરી રોજ ઊભા ઊભા 200 ગ્રામ દિવસ માં એક વાર પીવું. આમ સળંગ એક મહિનો કરવું. આમ કરવાથી પથરી પેશાબ વાટે નીકળી જાય છે.
ગોખરુંના કાંટાના ચૂર્ણમાં મધ ઉમેરી દરરોજ ચાટવાથી પથરી ઓગળીને બહાર નીકળી જાય છે. નાળિયેર માં લીંબુનો રસ ઉમેરીને રોજ સવારે ઊભા ઊભા પીવાથી પથરી મટે છે. કારેલાનો રસ છાશ સાથે લેવાથી પથરી મટે છે.
50 ગ્રામ કળથીને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે તેને હાથથી મસળી ગાળી લેવું અને આ પાણી પી જવું. આ પાણીથી પથરી મટે છે. કળથી નો સૂપ બનાવીને પણ ઉપયોગ માં લઈ શકાય છે.
પથરીની પીડા વધારે હોય તો મહેંદીના પાનનો ઉકાળો બનાવીને પીવાથી પથરી ઓગળે છે. પથરી માટેના આ આયુર્વેદિક ઉપાયોમાંથી કોઈપણ એક કરવાથી પથરીની સમસ્યા દુર થઈ શકે છે.
આ સાથે જ પથરીની ભયંકર પીડા માંથી પણ મુક્તિ મેળવી શકાય છે. આ ઉપાયો તમારે તમારી તાસીર અનુસાર કરવાના છે. જે વસ્તુ માફક આવે તેનું સેવન કરશો તો પરીણામ ઝડપથી જોવા મળશે.