પથરીનું ઓપરેશન ના કરાવવું હોય તો ખાઈ લો આ ફળ

બિજોરું પાચક ફળ છે. લીંબુ પ્રજાતિનું આ ફળ અલગ અલગ નામોથી ઓળખાય છે. બીજોરાનું ઝાડ લીંબુના ઝાડ જેવું જ દેખાય છે અને આ ફળ પણ લીંબુ જેવું જ દેખાય છે. ફરક એટલો હોય છે કે લીંબુ નાનું હોય છે અને આ ફળ 1 કિલો વજન જેટલું હોય શકે છે.

આ વૃક્ષના ફળ, પાન, છાલ, ફુલ બધું જ ઉપયોગમાં આવે છે. બિરોજાની ઉપરની છાલ ખરબચડી હોય છે તે અંદરથી સંતરા કે મોસંબી જેવું બીવાળું ફળ હોય છે. તેના સેવનથી શરીરને આશ્ચર્યજનક લાભ થાય છે.

દર્દીને તાવ હોય તો બિજોરાના રસમાં ખાંડ ઉમેરીની પીવાથી રાહત થાય છે. તાવ સમયે દર્દીને સવારે અને સાંજે આ રસ આપવાથી તાવ મળે છે. ઉલટીની સમસ્યા હોય કો બીજોરાની છાલનો ઉકાળો બનાવીને દર્દીને આપવાથી ઉલટી બંધ થાય છે.

બિજોરાના મૂળની છાલનો પાવડર 5 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે પાણી સાથે લેવાથી પેશાબની સમસ્યાઓ દુર થાય છે. પેટના કૃમિની સમસ્યા દુર કરવા માટે બિરોજાના 10 ગ્રામ બીજનું સેવન કરવું જોઈએ.

વાતાવરણના કારણે થતી શરદી, ઉધરસ જેવી સમસ્યામાં બિજોરાના રસમાં સૂંઠ, આમળા, પીપર સમભાગે લઈ તેમાં મધ ઉમેરી સવારે અને ચાંજે ચાટી જવાથી શરદી, કફ અને ઉધરસ મટે છે.

શરીરમાં આવતી ખંજવાળ મટાડવા માટે બિજોરાના રસમાં ગંધક મિક્સ કરીને દર્દીને આપવાથી લાભ થાય છે. છાતિમાં દુખાવો હોય તો દર્દીને બિજોરાના 10 ગ્રામ રસમાં 2 ચમચી મધ ઉમેરી આપો.

જો મહિલાને ગર્ભ રહેતો ન હોય અથવા તો ગર્ભ રહ્યા બાદ કસુવાવડ થઈ જતી હોય તો બિરોજાના બીજ આશીર્વાદ સમાન બની શકે છે. આ બીજમાં નાગકેસર સરખાભાગે ઉમેરી તેનું ચૂર્ણ બનાવી માસિક આવ્યા પછી 5 કે 6 દિવસે રોજ એક ગ્રામ લેવું. પછી સમાગમ કરવાથી ગર્ભ રહે છે.

કમરના દુખાવાને મટાડવા માટે બીજોરાના 10 ગ્રામ રસમાં 2 ચમચી મધ ઉમેરી પીવાથી દુખાવો મટે છે. આ સિવાય સાંધાના દુખાવામાં બીજોરાના વૃક્ષના પાનને ગરમ કરી લગાવવાથી રાહત થાય છે.

ઓપરેશન કરાવ્યા પછી પણ વારંવાર પથરી થઈ જતી હોય તો પથરીને તોડીની ઓપરેશન વિના બહાર કાઢવાનું કામ બીજોરું કરી શકે છે. તેના માટે બિજોરાના 2 ચમચી રસમાં જવખાર અને સિંધવ મીઠું ઉમેરી દર્દીને દિવસમાં 3 વખત આપો.

આમ કરવાથી પથરી તુટીને મૂત્ર માર્ગે બહાર નીકળી જાય છે. તેનો રસ પીત્તશામક પણ છે. તેનાથી શરીરમાં થતી દાજ, બળતરા દુર થાય છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં પાકા બિજોરાનો રસ અને સાકર ઉમેરી તેનું સેવન કરવું.

Leave a Comment