આજના સમયમાં દરેક વ્યક્તિને સ્ટ્રેસ રહે છે. ગૃહિણીથી લઈ નોકરી કરનાર, વેપાર કરનાર દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ કારણે સ્ટ્રેસ રહે છે. આ સ્ટ્રેસના કારણે માનસિક તણાવ વધે છે અને તેના કારણે માઈગ્રેન થઈ જાય છે. માઈગ્રેન એક એવી સમસ્યા છે જેમાં ખૂબ પીડા થાય છે.
માઈગ્રેનમાં અડધા માથામાં સખત દુખાવો થાય છે. આ પીડા અસહનીય હોય છે. આ સમસ્યાની સારવાર સમયસર કરવામાં ન આવે તો તે ઘાતક બની શકે છે. આ સમસ્યામાં દર્દીને એટલું માથું દુખે છે કે તે પ્રકાશ અને અવાજ સહન કરી શકતો નથી. વળી તેને માઈગ્રેનના દુખાવાના કારણે ઉલટી, ચક્કર આવવા જેવી સમસ્યા પણ થાય છે.
માઈગ્રેન હોય કે અન્ય કોઈપણ કારણે માથામાં દુખાવો થતો હોય આ સ્થિતિ પીડાદાયક હોય છે. કારણ કે તેનાથી કામમાં એકાગ્રતા જળવાતી નથી, ઊંઘ થતી નથી અને સ્વભાવ પણ ચીડીયો થઈ જાય છે. આ સમસ્યા જેને હોય તે મોટાભાગે દુખાવાથી રાહત મેળવવા માટે દવા લઈ લેતા હોય છે. પરંતુ આજે તમને આ પ્રકારના દુખાવાને દુર કરતો ઈલાજ જણાવીએ.
આ ઉપાય કરવાથી માઈગ્રેનના દુખાવાથી મુક્તિ મળશે અને સ્ટ્રેસ પણ ઓછો થશે. આ ઉપાય કર્યાની સાથે જ 5 જ મિનિટમાં તેની અસર જોવા મળશે. જ્યારે માથાનો દુખાવો હોય છે ત્યારે ભૂખ પણ મરી જાય છે અને સતત ઉબકા આવે છે. આ સ્થિતિમાં આ ઉપાય અજમાવી તમે રાહત મેળવી શકો છો.
1. જ્યારે માથું દુખે ત્યારે દેશી ઘીને ગરમ કરી તે થોડું ઠંડુ થાય પછી ડ્રોપરની મદદથી તેના 2-2 ટીપાં નાકમાં નાખવા.
2. તમે લવિંગનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે લવિંગનો પાવડર કરી તેને દૂધમાં ઉમેરી પી જવો. તેનાથી માથું તુરત ઉતરે છે.
3. સંશોધન અનુસાર માઈગ્રેનની સમસ્યાથી બચવા માટે રોજ એક સફરજન ખાવું જોઈએ. તેનાથી માઈગ્રેનથી મુક્તિ મળે છે.
4. આદુનું સેવન કરવાથી પણ માઈગ્રેનથી મુક્તિ મળે છે. તેના માટે આદુનો રસ કાઢી અને તેમાં થોડું મધ ઉમેરી અને તેનું સેવન કરી જવું. તેનાથી માથું ઉતરે છે.
5. જ્યારે માથાનો દુખાવો વધારે હોય તો કાકડીના ટુકડા કરી તેને માથા પર મુકી દેવા. થોડીવાર કાકડીથી માથા પર મસાજ કરવી. આ ઉપાય કરવાથી માથાના દુખાવાથી તુરંત રાહત મળે છે. તમે કાકડીને સુંધી પણ શકો છો. તેનાથી પણ દુખાવાથી શાંતિ મળે છે.