આ કામ કરશો તો 7 દિવસમાં આખા શરીરનો દુખાવો થઈ જશે ગાયબ

દોસ્તો શરીરમાં અનેક અંગ હોય છે. તેથી સ્વાભાવિક છે કે ક્યારેક ક્યારેક થોડો દુખાવો કે સમસ્યા પણ થાય. પરંતુ જો કોઈપણ સમસ્યા કાયમી થઈ જાય તો તે સ્વાભાવિક નથી અને તેનો ઈલાજ કરવો જરૂરી થઈ જાય છે.

શરીરના આ પ્રકારના કાયમી થયેલા દુખાવાથી મુક્તિ મેળવવી જરૂરી છે. જો કે આ મુક્તિ જો તમે પેઈનકીલરથી મેળવો તો તે પણ ખોટું છે. પેઈનકીલર્સ દુખાવાને થોડા સમય માટે દુર કરે છે. તે કોઈપણ સમસ્યાનો કાયમી ઈલાજ નથી.

શરીરના કોઈપણ દુખાવાને દુર કરવાનો કાયમી ઈલાજ આયુર્વેદમાં દર્શાવવામાં આવ્યો છે. આ ઈલાજ કરવાથી લાભ એ થાય છે કે તેની કોઈ આડઅસર નથી. તો તમે તેને લાંબા સમય સુધી કરો તો સમસ્યા થતી નથી. અન્ય દવાઓ લેવાથી લાંબા ગાળે સમસ્યા થઈ શકે છે.

આજે તમને શરીરના આવા જ દુખાવા દુર કરે તેવા આડઅસર વિનાના આયુર્વેદિક ઈલાજ વિશે જણાવીએ. આ ઈલાજ કરવાથી શરીરના કોઈપણ પ્રકારના દુખાવા હશે તો તે દુર થશે. તો ચાલો ફટાફટ જાણી લો કે કયા કયા ઉપાય શરીરના દુખાવા દુર કરે છે અને કયો ઈલાજ તમને માફક આવે તેવો છે.

લસણના સેવનથી દુખાવા દુર થાય છે. જે લોકોને સંધિવાના કારણે શરીરમાં દુખાવા રહેતા હોય તેમણે લસણનો ઉપયોગ કરવો જોઈએ. લસણનો ઉપયોગ કરવાથી શરીરના દુખાવાથી મુક્તિ મળે છે.

સાંધા, માથું, હાડકાં કે દાંતમાં દુખાવો હોય તો લવિંગનો ઉપયોગ કરવો. લવિંગનું તેલ, લવિંગનો પાવડર કે લવિંગ ખાવાથી દુખાવા દુર થાય છે. લવિંગના તેલથી માલિશ કરવાથી માથાનો અને સાંધાનો દુખાવો મટે છે.

ચેરીમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે. તેનું સેવન કરવાથી દુખાવો અને સોજો બંને દુર થાય છે. તેનાથી શરીરની બળતરા પણ મટે છે.

હળદર એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. તેની પેસ્ટ બનાવીને ઉપયોગમાં લેવાથી હાડકાના દુખાવા મટે છે. આ સિવાય હળદરનું સેવન પણ દુધ સાથે કરવાથી લાભ થાય છે. હળદરની પેસ્ટ લગાવી માલિશ કરવાથી સાંધાના દુખાવા મટે છે.

જો પેટમાં અસહ્ય દુખાવો હોય તો તેના માટે ફુદીનો બેસ્ટ વિકલ્પ છે. તેના માટે ફુદીનાના પાનની પેસ્ટ તૈયાર કરી અને તેને પેટ પર નાભિની આસપાસ લગાવો. તેનાથી દુખાવાથી રાહત થાય છે. આ સાથે ફુદિનાનો રસ પાણીમાં ઉમેરીને તમે પી પણ શકો છો. તેનાથી પણ પેટનો દુખાવો મટે છે.

Leave a Comment