માઈગ્રેનથી લઈને સંધિવાનો દુખાવો ચપટીમાં થઈ જશે ગાયબ

 

સ્વસ્થ શરીરનું સીક્રેટ છે સ્વસ્થ પેટ. જો પેટના કોઈ રોગ ન હોય તો શરીર રોગમુક્ત રહે છે. આયુર્વેદ અનુસાર દરેક રોગ પેટથી શરુ થાય છે. આપણી જીભના સ્વાદના શોખના કારણે જે ચટપટું, મસાલેદાર અને તળેલું ભોજન આપણે કરીએ છીએ તે આપણા પેટને ભારે પડે છે અને તેનું ફળ પેટ ભોગવે છે.

જ્યારે આ પ્રકારના ખોરાકના કારણે પેટ બગડે છે તો શરીરમાં વિવિધ સમસ્યાઓ થાય છે. સૌથી પહેલા તો કબજિયાત, એસીડીટી, ગેસ, માથાનો દુખાવો સહન કરવા પડે છે. ત્યારે આ બધી સમસ્યાથી મુક્તિ અપાવે તેવી વસ્તુ વિશે આજે જણાવીએ.

આ વસ્તુ દરેકના ઘરના રસોડામાં રહેલા મસાલાના ડબ્બામાં હોય છે. આ વસ્તુ છે જીરું, તેનું સેવન કરવાથી માથાથી લઈ પગ સુધીની સમસ્યા દુર થાય છે. શરીરની દરેક સમસ્યાને દુર કરી શકે છે જીરું અને ગોળ.

પેટની સમસ્યા હોય કે માઈગ્રેન, લોહીની ઊણપ હોય કે શરીરનું વધતું વજન. દરેક સમસ્યાને દુર કરી શકે છે જીરું અને ગોળ. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે આ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે તમારે.

માસિકની સમસ્યા હોય તે રક્તની ઊણપ તેના માટે ગોળ અને જીરુંનું પાણી તૈયાર કરી દર્દીને આપવું. ગોળ અને જીરાનું પાણી સીઝનલ બીમારીથી પણ મુક્તિ અપાવે છે. આ પાણી તૈયાર કરવાની રીત પણ એકદમ સરળ છે.

સૌથી પહેલા એક તપેલીમાં પાણી લેવું. તેમાં જીરું ઉમેરી અને સાથે ગોળ ઉમેરો. પાણીને બરાબર ઉકાળો. પાણી ઉકળી જાય પછી તેને ગાળી લેવું અને નવસેકું હોય ત્યારે તેને પી જવું.

ઉનાળામાં આ પાણી પીવાથી ગરમી લાગતી નથી અને ગરમીના કારણે થતી પેશાબ સંબંધિત સમસ્યાઓ પણ થતી નથી.

આ પાણી પીવાથી શરીરમાં હિમોગ્લોબીન પણ વધે છે. આ પાણી નિયમિત રીતે એક ગ્લાસ સવારે પીશો તો શરીરમાં આખો દિવસ ઊર્જા અને સ્ફુર્તિ રહેશે.

આ પાણી પીવાથી પાચન સંબંધિત સમસ્યા દુર થાય છે અને સાથે જ માસિક સંબંધિત સમસ્યા પણ દુર થાય છે. તેના માટે રોજ ખાલી પેટ ગોળ અને જીરુંનું પાણી પીવું. આ પાણી પીવાથી ત્વચા પણ બેદાગ રહે છે.

આ પાણી રોજ સવારે એક ગ્લાસ પીવાથી ચરબી પણ ઓછી થાય છે. તેનાથી પેટની ગરમી દુર થાય છે જેના કારણે અલ્સરની સમસ્યાથી મુક્તિ મળે છે. આ પાણી પીવાથી પેટનો ગેસ, અપચો પણ દુર થાય છે.

Leave a Comment