આ ઝાડના પાનની મદદથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થઈ જશે

પપૈયાના પાનનો રસ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે. પપૈયાના પાનના રસના ફાયદા વિશે આજે તમને જણાવીએ. પપૈયાના ઝાડ પરથી ફ્રીમાં મળતા આ પાન તમારી કેટલીક સમસ્યાની દવા પર થનાર હજારોના ખર્ચને બચાવી શકે છે. પપૈયાના પાનનો રસ શરીરની વિવિધ સમસ્યામાં ખૂબ ઉપયોગી થાય છે.

ડેન્ગ્યુના લક્ષણો ઘટાડવામાં, તાવ મટાડવામાં, શરીરમાં થતી બળતરાને મટાડવામાં, ત્વચાની સુંદરતા વધારવામાં પપૈયાના પાન ખૂબ ઉપયોગી સાબિત થાય છે. પપૈયાના પાનનો રસ પીવાથી ડેન્ગ્યુ જેવી જીવલેણ બીમારી પણ મટી શકે છે.

આયુર્વેદ નિષ્ણાંતો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓને પપૈયાનો રસ પીવાની સલાહ આપતા હોય છે. પપૈયાના પાનનો રસ નિયમિત પણ લઈ શકાય છે. મર્યાદિત માત્રામાં પપૈયાના પાનનો રસ લેવાથી શરીર સ્વસ્થ અને રોગમુક્ત રહે છે. પપૈયાના પાનમાં વિટામીન એ, બી અને સી ભરપુર પ્રમાણમાં હોય છે.

આ સિવાય તેમાં સેપોનિન્સ, ટેનીન, આલ્કેલોઈડ, ફ્લેવોનોઈડ્સ પણ હોય છે જે રક્ત શુદ્ધ કરે છે. તેનો ઉપયોગ કરવાથી પાચન ક્રીયા સારી રહે છે. પપૈયાના પાનનો રસ તેના કુણા પાનમાંથી તૈયાર કરવો. આ પાનનો રસ પીવાથી કબજિયાત, પેટમાં દુખાવો, એસિડ રિફ્લક્સ વગેરે દુર થાય છે.

પપૈયાના પાનના રસમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપુર હોય છે. આ સિવાય આ પાનમાં પાપૈન, કાઈમોપેઈન, ફાઈબર પણ હોય છે જે પાચનક્રિયાની તકલીફોને દુર કરે છે અને ભુખ વધારે છે. પપૈયાના પાનનો રસ પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે.

આ પાનનો રસ પીવાથી શરીરમાંથી કોલેસ્ટ્રોલ દુર થાય છે. તેનાથી હાર્ટ પ્રોબ્લેમ, મેદસ્વીતા પણ દુર થાય છે. પપૈયાના પાનનો રસ પીવાથી રક્ત શુદ્ધ થાય છે. આ ઔષધિ સમાન રસ લીવરને પણ સુરક્ષિત કરે છે. તેનાથી પિત્તાશય પણ તંદુરસ્ત રહે છે.

પપૈયાના પાનનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેનું સેવન નિયમિત કરવાથી ટી લિમ્ફોસાઈટ્સની સક્રિયતા વધે છે. તેનાથી મગજની પ્રવૃત્તિમાં વધારો થાય છે. તેનાથી તાણની અસરો ઘટે છે.

પપૈયાના પાનમાં એવા તત્વ હોય છે જે શરીરમાં ગાંઠ બનતી અટકાવે છે. તેનાથી રક્તપરિભ્રમણ પણ સુધરે છે. જે લોકોને શરીરમાં પ્લેટલેટની સંખ્યા ઘટી રહી હોય અને નબળાઈ આવતી હોય તેમણે પપૈયાના પાનનો રસ પીવો જોઈએ. તેનાથી પ્લેટલેટની સંખ્યા વધે છે.

આ રસ પીવાથી ત્વચાને પણ પોષણ મળે છે. તેમાં વિટામીન સી, એ અને અન્ય એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે ફ્રી રેડીકલ્સને દુર કરે છે. તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને ત્વચા કરચલીઓથી મુક્ત થાય છે.

Leave a Comment