આજે તમને એક અદ્ભુત જડીબુટ્ટી વિશે જાણકારી આપીએ. આ વનસ્પતિ વિશે કદાચ જ તમે સાંભળ્યું હશે. આ વસ્પતિને લાખાલુણી, મોટી લોણી, લોનક, ખુરસા એમ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.
આ વનસ્પતિ સૌથી વધુ હિમાચલ પ્રદેશના ઠંડા વિસ્તારમાં થાય છે. તે કોઈપણ જગ્યાએ ઊગી નીકળે છે. ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ તે જોવા મળે છે. આ વનસ્પતિની ખાસિયત એ છે કે 25 વર્ષ સુધી તેનો નાશ થતો નથી.
આ વનસ્પતિના પાંદડા નાના, ચપટાં અને થોડા ચીકણા હોય છે. તેમાં વિટામિન, ઈરોન, કેલસીયમ, પ્રોટીન અને મિનરલ્સ હોય છે. તે આયોગ્ય માટે ખૂબ જ લાભકારી છે. તેમાંથી ઓમેગા 3 ફેટી એસીડ મળે છે. તેમાં સૌથી વધુ વિટામીન એ હોય છે.
લુણીની ખાસિયત એ છે કે તે કેન્સર જેવા ગંભીર રોગ સામે લડવામાં મદદ કરે છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે હૃદયના દરેક રોગથી બચાવે છે. આ વનસ્પતિ કેન્સર, રક્તની ઊણપ, હાડકાની નબળાઈ દુર કરે છે. તેનું સેવન કરવાથી આરોગ્યને લાભ થાય છે.
આ વનસ્પતિ સ્વાદમાં ખાટી હોય છે, તેનો ઉપયોગ સલાડ તરીકે કરી શકાય છે. તેનું સેવન કરવાથી શરીરની શક્તિ વધે છે. તેનાથી બાળકોના મગજનો વિકાસ પણ સારી રીતે થાય છે.
તેના ઉપયોગથી માથાના રોગ, આંખના રોગ, કાનના રોગ, મોઢાના રોગ, ત્વચાના રોગ, મૂત્ર સંબંધિત વિકાર દુર થાય છે.આ વનસ્પતિનો ઉપયોગ સલાડ, શાકભાજી તરીકે કરી શકાય છે સાથે જ તેમાંથી રાબ બનાવીને પી પણ શકાય છે.
આ વનસ્પતિના પાંદડામાં શક્તિ વધારે હોય છે. આ વનસ્પતિ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. તે તમામ પ્રકારના લીલા શાકભાજી કરતાં વધારે શક્તિશાળી અને ઉત્તમ છે.
આ વનસ્પતિને તમે ઘરે પણ ઉગાડી શકો છો. તે ઘરના ફળિયામાં, ખેતરના શેઢે કે કોઈપણ પ્રકારની ખુલ્લી જગ્યાએ સરળતાથી ઊગી જાય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે આ વનસ્પતિના પાન લીલા થઈ જાય છે અને તે વધુ ફેલાવા લાગે છે.