અશ્વગંધા ગુણકારી ઔષધિ છે. તેનાથી શરીરને અનેક લાભ થાય છે. તેનાથી શરીર બળવાન અને મગજ તેજ થાય છે. અશ્વગંધા શરીરના અસાધ્ય રોગોને પણ મટાડે છે.
અશ્વગંધાનો ઉપયોગ કરીને સંધિવા, અનિંદ્રા, ગાંઠ, ક્ષય, અસ્થમા, ત્વચાના વિકાર, માસિક સ્ત્રાવની સમસ્યા દુર કરી શકાય છે. અશ્વગંધાથી આ સિવાય પણ અનેક સમસ્યાઓ દુર થાય છે. તો ચાલો જણાવીએ તમને વિગતવાર કે અશ્વગંધા કઈ કઈ સમસ્યાઓન દુર કરે છે.
કેન્સરના કારણે શરીરને થતી અસરોને અશ્વગંધા ઘટાડે છે. અશ્વગંધાનું સેવન કરવાથી કેન્સરના કોષ મરે છે. તે શરીરમાં પ્રતિક્રિયાશીલ ઓક્સિજનનું નિર્માણ કરે છે જે કેન્સરના કોષને દુર કરે છે.
થાઈરોઈડની સમસ્યાને કંટ્રોલમાં કરવા માટે પણ અશ્વગંધા મદદ કરે છે. તેના માટે દૂધમાં અશ્વગંધાનો પાવડર અને તુલસીના પાન મિક્સ કરીને લેવા. દૂધમાં અશ્વગંધા પીવાથી શરીરની એનર્જી વધે છે, નબળાઈ દુર થાય છે અને આળસથી મુક્તિ મળે છે.
હાઈપરટેન્શનને દુર કરવાની ક્ષમતા પણ અશ્વગંધામાં છે. તેનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. જો કે જે લોકોને લો બીપીની સમસ્યા હોય તેણે અશ્વગંધા લેવું નહીં.
સ્ત્રીઓને સફેદ પાણીની સમસ્યા હોય તેમણે દૂધ સાથે અશ્વગંધા લેવું જોઈએ. દૂધ સાથે અશ્વગંધા લેવાથી મહિલાઓ અને પુરુષો બંનેમાં પ્રજનન ક્ષમતા વધે છે. પુરુષોની વીર્યની ગુણવત્તા અશ્વગંધા સુધારે છે.
રોજ અશ્વગંધાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેનાથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં રહે છે. અશ્વગંધાનું નિયમિત સેવન કરવાથી મગજ પણ સક્રિય રહે છે. અશ્વગંધાનું સેવન કરવાથી સોજા પણ ઉતરે છે.
અશ્વગંધાના મૂળનો અર્ક સ્નાયૂની શક્તિમાં સુધારો કરે છે. તેનો ઉપયોગ કરવાથી મોતિયાની સમસ્યા પણ મટે છે. જે સ્ત્રીને ગર્ભ રહેતો ન હોય તેણે અશ્વગંધા અને ઘીનું સેવન કરવું જોઈએ. સવારે અને સાંજે 1 ચમચી અશ્વગંધા ઘી અને દૂધ સાથે લેવું. તેનાથી ગર્ભધારણ થાય છે.
અનિંદ્રાની સમસ્યા હોય તો અડધી ચમચી અશ્વગંધા અને સમાન માત્રામાં ગંઠોડાનું ચૂર્ણ રાત્રે દૂધ સાથે લેવું. તેનાથી અનિંદ્રાની સમસ્યા દુર થાય છે.
એક ગ્લાસ બકરીના દૂધમાં એક ચમચી અશ્વગંધા ઉમેરી તેમાં સાકર ઉમેરીને ઉકાળીને પીવું. તેનાથી ક્ષયના રોગમાં લાભ થાય છે. સુવાવડ પછી દૂધ ન આવતું હોય તો અશ્વગંધા ચૂર્ણને ઘીમાં શેકી અને સાકરવાળા દૂધ સાથે લેવાથી સુવાવડ પછીની નબળાઈ, કમરનો દુખાવો અને અન્ય તકલીફો દુર થાય છે.