શરીરનું વજન ઊંચાઈ અને ઉંમર પ્રમાણે હોય તે દેખાવ માટે જરૂરી છે તેના કરતાં વધારે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શરીર ફીટ હોય તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો વધારે વજન હોય તો શરીરમાં બીમારીઓ પણ વધારે થાય છે. એટલે જ જો વજન વધારે હોય તો તેને ઘટાડવું જોઈએ.
આ સાથે જ જો તમારું વજન ઝડપથી વધી રહ્યું હોય તેમ લાગે તો પણ તુરંત સતર્ક થઈ જવું અને જરૂરી પગલા ભરવા. ઘણા લોકોની ફરિયાદ એવી પણ હોય છે કે વજન ઘટાડવું તો છે પરંતુ અનેક ઉપાય કરવા છતાં વજન ઘટવાનું નામ નથી લઈ રહ્યું.
તો આજે તમને વજન ઘટાડવા માટે સૌથી અસરકારક ઈલાજ વિશે જણાવીએ. આ ઈલાજ કરવાથી વધેલું વજન ઘટે છે અને વજન વધતું પણ અટકે છે. તેના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી અને ભૂખ્યા રહેવાની પણ જરૂર નથી. આ ઉપાય તમારે જમવાની સાથે જ કરવાનો છે.
વજન ઘટાડવા માટે તમારે કોઈ ખોરાક લેવાનો બંધ કરવાનો નથી પરંતુ દૈનિક આહારમાં 5 વસ્તુઓ ઉમેરવાની છે. જી હાં આ 5 વસ્તુઓને તમે આહારમાં સામેલ કરશો એટલે તમારું વજન ફટાફટ ઘટવા લાગશે. અને આ ઘટાડો એવો હશે જે બીજાને ધ્યાનમાં પણ આવે.
1. સૌથી પહેલા દિવસની શરુઆત હુંફાળા ગરમ પાણીથી કરવાની છે. આ પાણીમાં મધ ઉમેરીને પીવાનું છે. મધમાં રહેલા મિનરલ્સ અને એન્ઝાઈમ શરીરને ઊર્જા આપે છે અને વધારાની ચરબીને દુર કરે છે. જેના કારણે વજન ઉતરે છે.
2. આ સિવાય દિવસ દરમિયાન પલાળેલી કિસમિસ પણ ખાવાની છે. રોજ રાત્રે પાણીમાં કિસમિસ પલાળી દેવી અને સવારે તે કિસમિસ ચાવીને ખાવી અને પાણી પી જવું. આ વસ્તુ ખાવાથી વારંવાર કંઈક ખાવાની થતી ઈચ્છા અટકે છે. કારણ કે તે કલાકો સુધી પેટ ભરેલું રાખે છે.
3. પલાળેલી બદામ ખાવાની પણ શરુઆત કરવી પડશે. બદામમાં પ્રોટીન અને ફાયબર હોય છે. સવારે બદામ પણ ખાવી જોઈએ. તેનાથી વજન ઝડપથી ઉતરે છે.
4. દિવસ દરમિયાન જો કંઈ ખાવાની ઈચ્છા વારંવાર થાય તો થોડા થોડા અખરોડના ટુકડા ખાવાનું રાખો. અખરોટના ટુકડા ખાવાથી ફુડ માટે થતી ક્રેવિંગ અટકે છે અને ચરબી પણ બળે છે. તેનાથી કોલેસ્ટ્રોલની સમસ્યા પણ દુર થાય છે.
5. વજન ફટાફટ જેણે ઘટાડવું હોય તેમણે જ્વારાનો રસ પણ પીવો જોઈએ. જ્વારાનો રસ પીવાથી પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે અને ખાધેલો ખોરાક પચી જાય છે અને ચરબી જામતી નથી.