મિત્રો શરીરના કોઈપણ ભાગમાં ફુલેલી નસની સમસ્યા થઈ શકે છે પણ મોટાભાગે આ સમસ્યા હાથ અને પગ પર વધારે જોવા મળે છે. હાથ અને પગ પર દેખાતી આ જાંબલી રંગની નસો એકદમ પાતળી દેખાય છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે નસ પર દબાણ વધવા લાગે.
વાલ્વ કે પડદામાં કોઈ ક્ષતિ સર્જાવાના કારણે નસોમાં દબાણ વધે ત્યારે નસો ઉપસી જાય છે. જો આ સમસ્યાનો ઈલાજ કરવામાં ન આવે તો તે તુટી અને હૃદય તેમજ ફેફસાને ગંભીર સમસ્યા તરફ દોરી જાય છે. આ સમસ્યા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે.
નસો જ્યારે ફુલવા લાગે છે ત્યારે તેની સાથે સ્નાયૂમાં ખેંચાણ થતા તે અંગ ભારે થઈ જાય છે. આ સ્થિતિમાં પગમાં ભારેપણું, થાક લાગે છે. ઘણી વખત તો આ સમસ્યા એટલી વધી જાય છે કે દર્દી સીધા ઊભા પણ રહી શકતા નથી.
જયારે હૃદય તરફ જતો લોહીનો સામાન્ય પ્રવાહ વિપરીત દિશામાં જાય છે ત્યારે નસોનું લોહી પગના નીચેના ભાગમાં જમા થાય છે અને આ નસો જાંબુડિયા રંગની બની જાય છે. આ સમસ્યામાં પીડા પણ ખૂબ જ થાય છે.
આ સમસ્યા વધારે એ લોકોને થાય છે જેઓ સતત ઊભા રહીને કામ કરતાં હોય. સતત ઊભા રહેવાથી પગ પર વધારે દબાણ આવે છે અને નસો ફુલી જવાની સમસ્યા વધારે થાય છે.
આ સિવાય પગની આંટી મારીને બેસવાથી, ટાઈટ કપડા પહેરવાથી પણ આ રીતે નસો ફુલવાની તકલીફ વધે છે.
ગર્ભાવસ્થા દરમિયાન કટિપ્રદેશ અને પેટ પર દબાણ વધવાથી પગની નસો ફુલી જાય છે. તેનાથી હૃદયની તરફ જતો પ્રવાહ મંદ પડે છે.
જ્યારે વજન વધે છે ત્યારે પણ આ સમસ્યા થઈ શકે છે. કારણ કોઈપણ હોય જો શરીરમાં આ રીતે નસો ફુલવા લાગી હોય તો તેના માટે આ ઉપાય કરવો જોઈએ.
10 ગ્રામ મેથીના બી સવારે અને સાંજે ગોળ સાથે લેવાથી લાભ થાય છે. જે જગ્યાએ નસો ફુલી હોય ત્યાં મેથીને વાટી, પાણીમાં પલાળી તેનો લેપ કરીને લગાડવાથી પણ નસો ફુલતી બંધ થાય છે.
આ સિવાય અડધો કપ કુવારપાઠું, અડધો કપ ગાજર, 10 એમએલ વિનેગરને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ફુલેલી નસવાળા ભાગ પર લગાવો. તેના પર કપડું રાખી પાટો બાંધી લેવાથી નસોની ફુલી જવાની સમસ્યા દુર થાય છે.