દોસ્તો હરડે આરોગ્ય માટે અમૃત સમાન ઔષધિ છે. તે અનેક ગુણોથી ભરપુર છે. હરડેથી થતા અનેક લાભનો ઉલ્લેખ આયુર્વેદના ગ્રંથોમાં મળે છે. હરડે નો ઉપયોગ પહેલા ના સમય થી થતો આવ્યો છે અને આજે પણ તે અમૂલ્ય છે.
આ ઔષધિ સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને સુધારે છે. હરડેના ફળ, મૂળ, છાલ બધી જ વસ્તુઓનો ઉપયોગ દવા તરીકે થાય છે. હરડે નો ઉપયોગ શરીર માં રહેલી ઘણી બધી બીમારીઓ ને દૂર કરે છે.
આજના સમયમાં સૌથી સામાન્ય સમસ્યા હોય તો તે છે માથાનો દુખાવો. માથાનો દુખાવો સ્ટ્રેસના કારણે વધારે થાય છે. હરડેથી માથાના દુખાવાની સમસ્યા દુર થાય છે.
તેના માટે હરડેની ગોટલીને પાણીમાં વાટી અને માથા પર તેનો લેપ કરવો. તેનાથી માનસિક શાંતિ મળે છે અને માથાનો દુખાવો પણ મટે છે. હરડે નો ઉપયોગ થી મગજ શાંત થઈ જાય છે.
માથાની અન્ય એક સમસ્યા છે ખોડો. જો માથામાં ખોડો હોય અને વાળ ખરતાં હોય તો હરડેનો આ પ્રયોગ કરવો. તેના માટે કેરીની ગોટલીનો પાવડર, હરડેનો પાવડર મિક્સ કરી તેમાં દૂધ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવો. તેનાથી ખોડો મટે છે.
આંખોની નબળાઈ પણ હરડે દુર કરે છે. આંખમાં બળતરા હોય, આંખો નબળી પડી હોય તો હરડેને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ગાળી તે પાણીથી આંખ સાફ કરવી. તેનાથી આંખની સમસ્યા દુર થાય છે.
હરડેના બીજને પાણીમાં પલાળી અને પછી ઘસીને લગાવવાથી મોતિયામાં રાહત મળે છે. હરડેની છાલને પાણીમાં વાટી આ લેપ લગાવવાથી આંખમાંથી નીકળતું પાણી બંધ થાય છે. આંખના કોઈપણ રોગન દુર કરવા માટે હરડેને ઘીમાં વાટી લેવી અને આંખમાં મેશની જેમ આંજવી.
3 ગ્રામ હરડેનું ચૂર્ણ, 3 ગ્રામ સુકી દ્રાક્ષ અને સાકરનો પાવડર મધ સાથે લેવાથી મોતિયો મટે છે. શરદી, કફ, ઉધરસ જેને વારંવાર થતા હોય અથવા તો વારંવાર તાવ અને માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તેણે હરડેનું ચૂર્ણ પાણી સાથે લેવું. તેનાથી આ બધી જ તકલીફો મટે છે.
કફ વધારે હોય અને શરીરમાંથી નીકળતો ન હોય તો 5 ગ્રામ હરડેને પીવાથી કફ દુર થાય છે. શ્વાસ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય અથવા નાકમાંથી લોહી પડતું હોય તો હરડે, અરડૂસીના પાન, એલચી બધુ પાણીમાં ઉકાળો અને તેમાં સાકર અથવા મધ ઉમેરી દિવસમાં 3 વખત પીવું. તેનાથી આ સમસ્યા મટે છે.
સવારે ખાલી પેટ હરડેને મધ સાથે લેવાથી શરીરમાં શક્તિ વધે છે. મગજ માટે હરડે સૌથી ગુણકારી છે. તેનું સેવન કરવાથી મગજ તેજ થાય છે અને યાદશક્તિ સુધરે છે. તેનું સેવન નિયમિત કરવાથી થાક, નબળાઈ વગેરે થતા નથી.